________________
કળશ-૧૬ ૧
૧૨૫
પણ બંધ નથી કરતા. આમાંથી કોઈ એમ કાઢી લ્યે કે, સમ્યક્દષ્ટિને તો બિલકુલ બંધ છે જ નહિ. એમ છે નહિ. આ તો જેટલું શુદ્ધ પરિણમન છે એટલો તેને બંધ નથી. સમ્યક્દષ્ટિને હજી રાગ છે, સંકલ્પ-વિકલ્પ ઉઠે છે તેટલો આસવ પણ છે અને તેટલો બંધ પણ છે. સમ્યગ્દર્શન થયું એટલે બંધરહિત થઈ ગયો એમ નથી. અરે..! ચારિત્રવંત સાચા સંત મુનિ હોય જેને ત્રણ કષાયનો અભાવ (થયો હોય) અને છઠ્ઠ-સાતમે ગુણસ્થાને ઝૂલતા હોય ! ક્ષણમાં છઠ્ઠું અને ક્ષણમાં અપ્રમત્ત દશાના આનંદનો અનુભવ (હોય) ! એ મુનિને પણ જે છઠ્ઠ ગુણસ્થાને આવતા મહાવ્રત આદિના વિકલ્પ ઉઠે છે એ બંધનું કારણ છે. આહા..હા...!
અહીંયાં તો શુદ્ધ પરિણમન છે તેનાથી બંધ નથી એટલું સમજવું. એમાંથી કેટલાક એવું કાઢે છે કે, સમ્યકૂદૃષ્ટિ થયો તેને બિલકુલ બંધ છે જ નહિ અને આસ્રવ છે જ નહિ. (પરંતુ) એમ છે જ નહિ. આહા..હા...! સમ્યગ્દર્શન થયા પછી હજી જેટલો રાગ ભાગ ઉત્પન્ન થાય છે તેટલો આસ્રવ પણ છે, તેટલો બંધ પણ છે, તેટલું કર્મબંધન થાય છે. આહા..હા...! દસમા ગુણસ્થાન સુધી છ કર્મનો બંધ છે. થોડો લોભ છે ને ? લોભ ! દસમે (ગુણસ્થાને) ! તો છ કર્મનો બંધ થાય છે એવો પાઠ છે. આહા...હા..! દસમા ગુણસ્થાને લોભનો અંશ છે ત્યાં છ કર્મ બંધાય છે. જો દસમે બંધાય છે તો ચોથે, પાંચમે, છઠ્ઠ બિલકુલ બંધ નહિ ? જેટલો રાગ ઉત્પન્ન થાય છે એટલો તો એને આસ્રવ અને બંધ છે. પણ અહીં શુદ્ધ પરિણમન છે તે બંધનું કારણ નથી. સમજાણું કાંઈ ? ખેંચાતાણ કરી નાખે કે, સમ્યક્દષ્ટિ થયો તેને રાગ પણ નથી અને તેને દ્વેષ પણ નથી (એમ નથી). સમિકતીને ચોથે, પાંચમે (ગુણસ્થાને) આર્દ્રધ્યાન અને રૌદ્રધ્યાન પણ થાય છે. છઠ્ઠ ગુણસ્થાને આર્ત્તધ્યાન થાય છે, રૌદ્રધ્યાન નહિ. આહા..હા...! જેટલા અંશે રાગ આવ્યો તેટલા અંશે તો બંધ છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
‘શ્રેણિક’ રાજા ! લ્યો, ‘શ્રેણિક’ રાજા ક્ષાયિક સમિકતી ! તીર્થંકર ગોત્ર બાંધ્યું છે. વર્તમાનમાં પહેલી નરકમાં છે. ચોરાશી હજાર વર્ષની સ્થિતિ છે. ત્યાંથી નીકળીને આગામી ચોવીસીના પહેલા તીર્થંકર થશે. ક્ષાયિક સમકિતી ! એને મૃત્યુ વખતે ઝેર ખાવાનો ભાવ થઈ ગયો. તેનો પુત્ર જેલમાં મારવા આવ્યો, એ મારવા નહોતો આવ્યો, આવ્યો તો હતો છોડાવવા, પણ એને શંકા પડી કે, આણે મને જેલમાં નાખ્યો છે, મારવા આવ્યો (લાગે) છે. ઝેર પીધું. એટલો રાગ તો છે. ક્ષાયિક સમિકતી છે તો એટલો રાગ છે, એટલો બંધ છે અને એટલો આસ્રવ છે. સમજાણું કાંઈ ?
મુમુક્ષુ :- ગુણસ્થાન અનુસાર બંધ તો હોય જ.
ઉત્તર :- જેટલો રાગ છે તેટલો બંધ થાય જ છે. અહીંયાં તો જેટલું શુદ્ધ પરિણમન થયું છે તેનાથી બંધ નથી, તેનાથી નિર્જરા છે. એટલું કહેવું છે. આહા..હા....! એમાંથી એમ કાઢે કે, સમ્યગ્દર્શન થયું એટલે એને કોઈ બંધ પણ નથી, રાગ પણ નથી, દુઃખ પણ નથી.