________________
૧૨૪
કલશામૃત ભાગ-૫
છે. જડને આત્મા ગાળે એમ છે નહિ. આત્મા અશુદ્ધતા ટાળે છે અને સમ્યગ્દર્શનની શુદ્ધતા વધારે છે એથી પેલા કર્મ એની મેળાએ ત્યાં નાશ થવાને યોગ્ય હતા તે નાશ થાય છે. અરે, અરે...! આવી વાતું છે. આહા...હા....! સમજાણું કાંઈ ?
માર્ગ આવો છે, ભાઈ ! અનંતકાળમાં કોઈ દી એણે આત્મજ્ઞાનની દરકાર કરી જ નથી. સમજાણું કાંઈ ? બીજા જાણપણા કર્યા, શાસ્ત્રના (જાણપણા) કર્યા. એ બધા નિરર્થક છે. આ સંસારના બધા ભણતર બી.એ. ને એલ.એલ.બી. બધા મીંડા (છે), પાપના ભણતર
મુમુક્ષુ :- પૈસા ખર્ચીને પાસ થાય છે. ઉત્તર :- પૈસા ખર્ચીને પાસ (થાય છે) !
આ તો આત્મજ્ઞાન, જેમાં કર્મની નિર્જરા થાય અને જેમાં અશુદ્ધતા ટળી જાય. શુદ્ધતાના સ્વભાવનું ભાન થતાં, અનુભવ થતાં સમ્યફદૃષ્ટિને અશુદ્ધતા ગળી જાય છે. એનું નામ નિર્જરા કહેવામાં આવે છે. આહાહા..! સમજાણું કાંઈ ? આ અપવાસ કર્યો ને નિર્જરા કરી. (એ વાત) ગપગપ છે ! અપ-વાસ એ તો અપવાસ છે, માઠો વાસ છે. રાગનો શુભ ભાવ હોય એ માઠો વાસ (છે). ઉપવાસ તો એને કહીએ કે, ચૈતન્ય શુદ્ધ વસ્તુની ઉપ નામ સમીપમાં વસે, અંદર જાય. આહા..હા..! આવી વાત છે. એને અહીંયાં નિર્જરા થાય છે (એમ) કહે છે. છે ને ?
આહાહા..! “જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારનાં પુગલદ્રવ્યનાં પરિણમનને હણે છે.” ખરેખર તો અહીંયાં અશુદ્ધતા ટળે છે અને શુદ્ધતા વધે છે ત્યારે કર્મ તેના કારણે નાશ પામે છે. ઈ તો જડની પર્યાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિ જીવના જેટલા જે કોઈ ગુણો છે.” વિશેષ (ગુણો) નાખ્યા છે. સંસ્કૃતમાં નાખ્યા છે, ગુજરાતીમાં નાખ્યા છે. આ કીધાં ને ? સંસ્કૃતમાં છે,
લ્યો ! પાનું ઈ નીકળ્યું ! સંસ્કૃતમાં છે. સંવેગ, નિર્વેદ, સંવેગ (અર્થાતુ) શુદ્ધતા પ્રગટ કરવાનો જેને અંદર વેગ છે. આહા..હા..! નિર્વેદ (અર્થાત) પરથી, રાગથી નિર્વેદ છે – ઉદાસ છે. નિંદા (અર્થાતુ) રાગ આદિનો કોઈ વિકલ્પ થયો હોય તો એની નિંદા કરે. શુભ ભાવની વાત છે. ગૃહણા, ઉપશમ, ભક્તિ. આત્માની હોં ! અને પરની ભક્તિ – શુભ રાગ. વાત્સલ્ય અને અનુકંપા. ત્યાં સંસ્કૃતમાં એવા બોલ લીધા છે. આનું સંસ્કૃત છે. “અધ્યાત્મ તરંગિણી સંસ્કૃતમાં આ બધું છે. બધું જોયું છે ને ! પાઠમાં છે, હોં ! સંસ્કૃતમાં છે. સમ્યક્રદૃષ્ટિના આઠ ગુણ છે, ભેગા આ આઠ પણ છે. આહા...હા...!
તે કારણથી સમ્યગ્દષ્ટિ જીવને શુદ્ધ પરિણામ હોતાં...” જેટલા શુદ્ધ પરિણામ (થયા) – પવિત્ર સમ્યગ્દર્શન, જ્ઞાન, સ્વરૂપ આચરણ આદિ સ્થિરતાના જેટલા પરિણામ થયા એ પરિણામ જ્ઞાનાવરણાદિ કર્મોનો સૂક્ષ્મમાત્ર પણ બંધ કદી પણ નથી.” છે ? એ પરિણમ સૂક્ષ્મમાત્ર