________________
૧૨૬
કલશામૃત ભાગ-૫ જેટલો રાગ છે તેટલું દુઃખ છે. સમજાય છે ? આત્માના આનંદનો જેટલો અનુભવ આવ્યો તેટલું સુખ છે અને જેટલો રાગ આવે છે તેટલું દુ:ખ છે. મિથ્યાદૃષ્ટિને એકલું દુઃખ છે, કેવળીને એકલો આનંદ છે, સાધકને આનંદ અને દુઃખ બન્ને સાથે છે. સમજાય છે કાંઈ ? કેમકે અપૂર્ણ છે ને ? જ્યાં સુધી પૂર્ણ આનંદ પ્રગટ) ન થાય ત્યાં સુધી આકુળતાનો રાગ આવે છે. આહા...હા...!
અહીંયાં કહે છે, અહીંયાં પહેલું કીધું ને? “સૂક્ષ્મમાત્ર પણ બંધ કદી પણ નથી.” પણ કોનો લઈને ? કે, એ જીવને “શુદ્ધ પરિણામ હોતાં.” એ જેટલા શુદ્ધ પરિણામ થયા એને લઈને. એમાંથી કેટલાક એવું કાઢે છે કે, સમકિતીને શુદ્ધ પરિણામ હોય છે, જરી પણ અશુદ્ધ હોતા નથી. એવું છે નહિ. અશુદ્ધ ન હોય તો વીતરાગતા હોવી જોઈએ. આહા...હા....! સમજાય છે ?
ભાષા એટલી લેવી કે, “શુદ્ધ પરિણામ હોતાં....” ( મન) સમ્યગ્દર્શન એ શુદ્ધ પરિણામ છે. સમ્યગ્દર્શનના જે આઠ અંગ છે એ શુદ્ધ છે. આહા..હા...! એ “શુદ્ધ પરિણામ હોતાં...” એને કારણે અંશે બંધ નથી. પણ પૂર્વનો થોડો કર્મ (ઉદય) આવ્યો એ ખરી જાય છે. સમજાય છે ? વીતરાગ માર્ગ તો અનેકાંત છે. એમ એકાંત માની લેવું કે, સમ્યકુદૃષ્ટિ થયો એટલે બિલકુલ આસ્રવ અને બંધ છે જ નહિ, એમ છે નહિ. આસવ, બંધ બિલકુલ ન હોય એવું) તો તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાનીને થાય છે. આહાહા...! અરે...! ચૌદમે ગુણસ્થાન છે ત્યાં સુધી અસિદ્ધ છે. ત્યાં સુધી સિદ્ધ નથી થયા એટલે અસિદ્ધ છે. ઉદયભાવના ૨૧ બોલ આવે છે ને ? ઉદયભાવના ૨૧ બોલ આવે છે). “તત્ત્વાર્થ સૂત્ર' ! એકવીસ બોલમાં અસિદ્ધ ભાવ લીધો છે. અસિદ્ધ ! હજી સિદ્ધ નથી થયા) તો એટલો દોષ છે. આહા...હા...! ત્યાં સુધી સંસારી કીધાં છે. અસિદ્ધ એટલે સિદ્ધ નહિ. ચૌદમે ગુણસ્થાને પણ હજી પ્રતિજીવી ગુણનું વિપરીત પરિણમન છે. આહા...હા..! ભારે વાતું, બાપુ ! સમજાણું કાંઈ ?
અહીંયાં તો “શુદ્ધ પરિણામ હોતાં...” એ પરિણામની અપેક્ષાથી એમ લીધું. પણ એને શુદ્ધ પરિણામ થયા માટે બિલકુલ બંધ જ નથી એમ નથી. ચોથે તો હજી ત્રણ કષાયનો રાગ છે, પાંચમે હજી બે કષાયનો રાગ છે, છઠું એક સંજ્વલનનો રાગ છે. જેટલો રાગ છે એટલો બંધ તો છે. આહા...હા...! પછી કહે છે ને ? જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે. એ આવે છે, આવી ગયું. એ કઈ અપેક્ષાએ ? ભોગનો ભાવ તો પાપ છે. પણ દૃષ્ટિમાં શુદ્ધતા પડી છે અને તેની મુખ્યતા કરીને ભોગનો ભાવ ખરી જાય છે એમ મુખ્ય કરીને કહ્યું છે. ગૌણપણે તો ભોગનો ભાવ પાપ છે. જ્ઞાનીનો ભોગ નિર્જરા હેતુ છે તો પછી ભોગ છોડીને અંદર વીતરાગતા પ્રગટ કરવી તો રહેતી નથી. સમજાણું કાંઈ? એમ એકાંત પકડે તો એમ ન ચાલે. આહાહા..!
પ્રશ્ન :- ભોગ વખતે નિર્જરા થાય છે એટલી શુદ્ધતા છે ?