________________
કળશ-૧૬ ૧
૧૨૭ સમાધાન :- એ મુખ્યતાની દૃષ્ટિએ, દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ નિર્જરા કહ્યું. પણ ગૌણપણે અંદર રાગ છે તેટલો બંધ છે. આહા..હા..! હજી પૂર્ણ શુદ્ધતા થઈ ગઈ છે ? પૂર્ણ શુદ્ધતા તો કેવળજ્ઞાનમાં છે. આહા...હા...! ભાઈ ! અહીં પરમાત્માના માર્ગમાં તો સમય સમયના લેખા છે. અહીં ઘણા કહે છે, અત્યારે મોટી તકરાર ઈ છે ને ? કે, “શુદ્ધ પરિણામ હોતાં....” કર્મનો સૂક્ષ્મમાત્ર પણ બંધ નથી. ઈ શુદ્ધતાની અપેક્ષાની વાત છે. જેટલી હજી અશુદ્ધતા બાકી છે તેટલો બંધ છે). સમકિતીને બાકી છે, પાંચમે બાકી છે, મુનિને બાકી છે. આહા..! દસમા (ગુણસ્થાન) સુધી અશુદ્ધતા છે. બાપુ ! એ વાત છે, એનો નિષેધ ન થાય. એને કંઈ બંધ જ નથી (એમ નથી). આહા...હા...!
“શુદ્ધ પરિણામ હોતાં.' તેમની વન્ય:) છે ને ? આહાહા...! થોડો પણ બંધ (પુન: સપિ નાસ્તિ) “કદી પણ નથી.” એમ કીધું, લ્યો ! જેટલા સમ્યગ્દર્શન, સમ્યકજ્ઞાન અને સ્વરૂપની સ્થિરતાના પરિણામ થયા એટલા શુદ્ધ છે. એ શુદ્ધ પરિણામથી બંધ નથી. સમજાણું કાંઈ ? ત્યાં હજી પૂર્ણ શુદ્ધ નથી. પૂર્ણ શુદ્ધ હોય તો તો વીતરાગ થઈ જાય, કેવળી થઈ જાય. આહા...હા...! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી તો અશુદ્ધતા છે. આહા...હા..! સમજાય છે ?
ઈ તકરાર છે ને ? (એક મુમુક્ષુને) ઈ જ વાંધો હતો ને ? હમણા ‘વડોદમાં કાંઈક ઈ ચર્ચા ચાલી છે. “વડોદ. વડોદ !” કોઈ મુમુક્ષુ વાંચતો હશે ઈ એમ કહે છે કે, સમકિતીને બિલકુલ રાગ હોય જ નહિ. અહીંનો વાંચનારો કોઈ મુમુક્ષુ હશે. ‘વડોદ વડોદ !” (એક) ભાઈ ત્યાં ગયા હશે (એણે કીધું) એમ નથી. અહીં તરફનું વાંચન હશે તો એ કહે, એને બિલકુલ બંધ નથી. રાગ છે જ નહિ. અરે..! એમ નહિ. ભાઈ ! કોણ વાંચતા હશે ? કાંઈ નામ આપ્યું નથી. અધેડ માણસ હતા એમ લખ્યું છે. અધેડ એટલે આધેડ. અમારે આધેડ કહે છે ને ? ૪પ-૫૦ વર્ષના કોઈ (ભાઈ) મંદિરમાં આધેડ વાંચતા હશે. એમ ન હોય. આહા...હા...!
ધર્મીને તો સમ્યગ્દર્શન, જ્ઞાન અને જેટલી સ્વરૂપની શુદ્ધતા પ્રગટી છે એટલું બંધનું કારણ નથી અને જેટલો અશુદ્ધ ભાવ છે, સમકિતીને, પંચમ ગુણસ્થાનવાળાને, મુનિને તેટલી અશુદ્ધિ બંધનું કારણ છે. એમ કરીને સ્વચ્છન્દ કરે (કે), સમ્યક્દૃષ્ટિ થયા એટલે અમારે હવે કોઈ બંધ નથી. એ તો સ્વચ્છન્દી છે. સમજાણું કાંઈ ?
(મના વન્ય:) (પુન: પિ નાતિ) એમ છે ને ? થોડો પણ બંધ નથી. ઈ શુદ્ધ પરિણામથી થોડો પણ બંધ નથી એમ લેવું. પણ એને બિલકુલ બંધ જ નથી એમ ન લેવું. એ તો માર્ગથી વિરુદ્ધ થઈ જાય. આહા..હા..! ક્ષાયિક સમકિતી શ્રેણિક રાજા ! (એમને) ઝેર ખાવાનો ભાવ હતો એ રાગ હતો, દુઃખ હતું. સમકિતને દોષ નથી. ચારિત્રદોષથી સમકિતને દોષ નથી પણ ચારિત્રદોષ છે એ દોષ છે. સમજાય છે ? ચારિત્રદોષથી સમકિતને દોષ