________________
કળશ- ૧૬ ૧
૧૨૯ ઉપાયમાં છે. “અમૃતચંદ્રાચાર્યદેવ’નું લખેલું છે).
અહીંયાં તો એ કહ્યું કે, ભોગવે એટલે ? (ભાવ) આવે છે પણ એની દૃષ્ટિ એની ઉપર નથી એની અપેક્ષાએ નિર્જરા છે એમ કીધું છે. પણ પર્યાયદષ્ટિએ એને જોતાં જેટલો રાગ ભોગવે છે તેટલું એને બંધન છે. આવી વાત છે. આઘુંપાછું કરે ઈ ન ચાલે. સત્યને સત્ય રીતે રાખવું જોઈએ. આહા..હા..!
છે ? “જ્ઞાનાવરણાદિ કર્મનું ગળવું છે. જેટલું ભોગવે છે એ બધું સમ્યફદૃષ્ટિને ગળવું છે. કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ ? શાશ્વત જે સ્વપરગ્રાહકશક્તિ” આ.હા...હા...! જ્ઞાનસ્વભાવ, ભગવાન આત્માનો સર્વજ્ઞ સ્વભાવ, ત્રિકાળી સર્વજ્ઞ સ્વભાવ છે) એ સ્વપરગ્રાહક શક્તિ છે. સ્વને, પરને જાણવાની શક્તિ છે. ઈ સ્વપરને જાણે, પરને પોતાનું) માને એવી કોઈ એનામાં શક્તિ નથી. આહા..હા..! છે ?
સર્વજ્ઞશક્તિ આત્મામાં છે. ૪૭ શક્તિનું વર્ણન આવ્યું છે ને? સર્વજ્ઞશક્તિ, આત્મામાં સર્વજ્ઞશક્તિ છે). સર્વદર્શી શક્તિ, પ્રભુત્વ શક્તિ છે). એ સર્વજ્ઞશક્તિ છે એ તો સ્વપરને જાણવાની શક્તિવાળું તત્ત્વ છે. એમાંથી જે પર્યાય પ્રગટે ઈ પણ સ્વપરને જાણવાની શક્તિવાળી (છે).
‘તેનાથી પરિપૂર્ણ એવો પ્રકાશગુણ, તે જ છે આદિ મૂળ જેનું એવું જે જીવદ્રવ્ય...” આહા..હા..! આવું જીવદ્રવ્ય (છે), કહે છે. પરિપૂર્ણ જ્ઞાન શક્તિથી ભરેલો ભગવાન ! એને જેણે સમકિતમાં અનુભવ્યો, માન્યો અને જાણ્યો એવું જીવદ્રવ્ય. તેનો અનુભવ કરવામાં સમર્થ છે. આનંદ અને જ્ઞાનનો અનુભવ કરવામાં સમકિતી સમર્થ છે. એમ કહે છે. સમજાણું કાંઈ ? શું કહે છે ?
આત્મામાં જ્ઞ-જ્ઞાન સ્વભાવ છે એ સ્વપર જાણવાની શક્તિવાળું તત્ત્વ છે. સમ્યક્દૃષ્ટિ એને અનુભવે છે. રાગને અનુભવે છે અને અહીં ગૌણ કરીને એકલો જ્ઞાયક શક્તિને જ અનુભવે છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? ભાઈ ! આહા..હા...! ‘તેનો અનુભવ કરવામાં સમર્થ છે.”
‘આવો છે સમ્યગ્દષ્ટિ જીવ, તેથી તેને નૂતન કર્મનો બંધ નથી, પૂર્વબદ્ધ કર્મની નિર્જરા છે. એટલી અપેક્ષાએ. જેટલી શુદ્ધતા પ્રગટી છે એટલી પૂર્વના ઉદયની નિર્જરા છે. બંધ છે નહિ. નિર્મળ.. નિર્મળ.... નિર્મળ.. નિર્મળ... ભગવાન પરમાત્મા ! એવા નિર્મળ સ્વરૂપની દૃષ્ટિ અને અનુભવ થયો એને નિર્મળતાને કારણે અશુદ્ધતા ગળીને કર્મ મળે છે એટલું કહેવાનો આશય છે. પણ અશુદ્ધતા છે એટલું બંધન છે એ પણ ગૌણમાં જાણવું જોઈએ. | વિશેષ લઈશું...
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)