________________
૧૨૨
કલશામૃત ભાગ-૫
સમદ્રષ્ટિ – સત્યદૃષ્ટિ સસ્વરૂપ ભગવાન પૂર્ણ સ્વરૂપ ! તેની દૃષ્ટિ તથઈ) અને અનુભવમાં આવ્યું તેને આ આઠ અંગ પ્રગટ થાય છે. એ આઠ અંગ દ્વારા પૂર્વના બાંધેલા જે કર્મ છે તેની તે નિર્જરા કરે છે. સમજાણું કાંઈ ? “નિર્જરા અધિકાર છે ને ? આહા..હા...!
પોતાનું જે નિજ ધ્રુવ સ્વરૂપ, પૂર્ણ ધ્રુવ (સ્વરૂપ છે) તેની અંતર દૃષ્ટિ થઈ, બહિરાત્મપણું છૂટી ગયું, રાગ અને પુણ્યના ફળ અને પુણ્ય હું છું, એવી બુદ્ધિ બહિરાત્મ – મિથ્યાદૃષ્ટિ છે તે બુદ્ધિ છૂટી ગઈ. હું તો ભગવાન પૂર્ણ શુદ્ધ ચૈતન્યઘન સર્વજ્ઞ જિનેશ્વરે કહ્યો તે પૂર્ણાનંદનો નાથ હું છું. આહા...હા...! આવી દષ્ટિવંતને આ આઠ અંગ (હોય) છે, તેના અવયવ છે. સમ્યગ્દર્શન અવયવી છે – અંગી છે (અને) આ આઠ તેના અંગ – અવયવ છે. આહા..હા...! એ આઠ અંગ દ્વારા પૂર્વકર્મનો નાશ કરે છે. સમજાણું કાંઈ? આ..હા..હા..!
પ્રશ્ન :- કર્મ તો પરપદાર્થ છે તેનો શું નાશ કરે ?
સમાધાન :- આ તો નિમિત્તથી કથન છે. નિર્જરા તો ત્રણ પ્રકારની છે. એ તો કહ્યું હતું ને ? નિર્જરા ત્રણ પ્રકારની છે. એક તો કર્મ ખરે તે નિર્જરા છે. એ નિમિત્તનું કથન છે. અશુદ્ધતાનો નાશ થાય એ અશુદ્ધ નિશ્ચયનયની પર્યાયનું કથન છે અને શુદ્ધિની વૃદ્ધિ થાય તે પણ નિર્જરા છે. પહેલાં આ ત્રણ પ્રકાર કહ્યા હતા. ઝીણી વાત છે, ભાઈ !
આ તો પરમાત્મા જિનેન્દ્રદેવનો માર્ગ છે. આહા...હા...! એણે અનંત કાળમાં “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપાયો મુનિવ્રત લીધા, પંચ મહાવ્રત પાળ્યા, અઠ્યાવીસ મૂળ લીધા. એવા “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઉપજાયો છે ઢાળામાં આવે છે. પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો” આહા...હા....! એ પંચ મહાવ્રતના પરિણામ, અઠ્યાવીસ મૂળગુણના ભાવ આસવ છે, દુઃખ છે. આહાહા...! “મુનિવ્રત ધાર અનંત ઐર રૈવેયક ઉપજાયો, પૈ આતમજ્ઞાન બિન લેશ સુખ ન પાયો' અંશે પણ સુખ ન મળ્યું કેમકે એ તો બધું વિકાર, રાગ, દુઃખ છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
આત્મભગવાન અતીન્દ્રિય આનંદનો નાથ ! અતીન્દ્રિય આનંદનો તો ભંડાર – નિધાન આત્મા છે ! તેનું જ્ઞાન થાય તો ત્યાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આહાહા..! સમ્યક્દૃષ્ટિને અતીન્દ્રિય આનંદનો અંશ વ્યક્તપણે અનુભવમાં આવે છે. મહાવ્રત ધારણ કરીને અનંતવાર મુનિ થયો પણ આત્મજ્ઞાન કર્યું નહિ. આહા...હા...!
મુમુક્ષુ : લૌકિક ભણતરમાં શું હતું.
ઉત્તર :- લૌકિક ભણતરમાં ધૂળ છે. ત્યાં તો બધા પાપ છે. આ (ભાઈ) મોટા વકીલ હતા. વકીલાતનું બધું પાપ હતું.
પ્રશ્ન :- મોટા કે ખોટા ?
સમાધાન – ખોટા. પણ દુનિયામાં તો એમ કહે ને? પાંત્રીસ વર્ષ પહેલાં કોર્ટમાં જતા (તો) પાંચ કલાકના બસ્સો રૂપિયા લેતા. બસ્સો રૂપિયા ! એ ભણતર બધા મૂઢ અને અજ્ઞાન