________________
૧૦૮
કલશામૃત ભાગ-૫ પાછો આવે ત્યાં બધું ખલાસ) ! “બિહારમાં ધરતીકંપ થયો હતો. (ફરીને) જ્યાં પાછો) આવે ત્યાં બધું હેઠે ! આ..હા...હા...! નહિ મકાન, નહિ પૈસા, નહિ આબરુ. આહા..હા..! ઈ પણ ખરેખર અકસ્માત નથી. એ તો જેને જ્ઞાનનું દીર્ઘપણામાં એનું જ્ઞાન નથી એને અકસ્માત લાગે છે. અહીંયાં પણ જ્યારે અકસ્માત કાંઈ નથી તો ધ્રુવ ચીજમાં કોઈ અકસ્માત આવે અને કંઈ નુકસાન થાય એવી કોઈ ચીજ છે નહિ. આહા..હા..!
ત્યારે કહે, બસ ! ધર્મીને જરીયે ભય છે જ નહિ ? તો અર્થમાં ખુલાસો કર્યો છે ને ? કે, ભયપ્રકૃતિ છે અને એમાં જોડાય જાય. ભય હોય પણ ઈ અસ્થિરતાનો ભય (છે). વસ્તુ અને વસ્તુની શ્રદ્ધા ને જ્ઞાનથી ચૂત થાય એવો ભય એને ન હોય. જુઓ ! જ્ઞાનીને પણ ભય છે એવું આ સિદ્ધ કર્યું. કારણ કે પૂર્ણ વીતરાગ નથી. એટલે ભય નામની પ્રકૃતિ આવે અને એમાં જોડાય પણ જાય. પણ ઈ અસ્થિરતાનો જરી ભયનો અંશ આવે પણ તે ભય, વસ્તુ શુદ્ધ ધ્રુવ ચૈતન્ય છે તેની શ્રદ્ધા અને જ્ઞાનથી ચૂત થાય એવો એ ભય નથી. સમજાણું કાંઈ ? આહા..હા..!
અગ્નિ એકદમ આમ હડ..હડ..હડ (બળતી હોય). ડુંગરમાં લાવા થાય છે ને ? લાવા એટલે અગ્નિની જ્વાળા નીકળે. પાંચ પાંચ હાથ પહોળી અને આમ લાંબી જ્વાળા નીકળે. આમ પ્રવાહ (નીકળે). પાણીનો પ્રવાહ નીકળે) એમ અગ્નિની જ્વાળા નીકળે. ત્યાં ઊભો હોય અને એવું લાગે હાય.. હાય.. ક્યાં જાવું હવે ? એ લોકોને અકસ્માત લાગે છે. એ લાવા કહેવાય છે. અગ્નિના ધોધ નીકળે, અગ્નિ નીકળે ! જેમ પાણીનો પ્રવાહ નીકળે છે એમ અંદર અગ્નિની જ્વાળા નીકળે. નીકળે છે ને ! અત્યારે છે ને બધે ? એમ આત્માના ધ્રુવ સ્વભાવના ભાનમાં કાંઈ અગ્નિ આવે, એવો તીવ્ર રાગ (આવે) કે ધ્રુવતાને ભ્રષ્ટ કરી શકે એવી ચીજ છે નહિ. આહા..હા..! સમજાણું કાંઈ ? ભય થાય, અસ્થિરતાને લઈને થાય, બિલકુલ અસ્થિરતાનો ભય પણ ન હોય એવું નહિ. છાસ્થ છે, હજી સાધક છે એથી એને અસ્થિરતાનો ભય આવે પણ એ ભય સ્વરૂપની શ્રદ્ધા ને જ્ઞાનને મૂત કરી નાખે એવો ભય (નથી). સમજાણું કાંઈ ? આહા..હા...!
“અણચિંતવ્યુ તત્કાળ જ અનિષ્ટનું ઊપજવું....” અણચિંતવ્યું તરત જ અનિષ્ટનું ઊપજવું. જે નથી અને એકદમ થવું. આહાહા....! એવું વસ્તુના સ્વરૂપમાં અને એની દૃષ્ટિવંતને એવું હોતું નથી. આહા...હા...! આખું પાંચ કરોડનું મકાન એકસાથે બળે, સળગે, છોકરાઓ અને કુટુંબ બધા એમાં દબાઈને મરી જાય. પોતે એકલો બહાર ઊભો હોય અને ત્યાં ઉપરથી સિમેન્ટ કાચી હોય (ઈ પડે). પેલા કરનારા તમારા શું કહેવાય ? કંતરાટી ! (-કોન્ટ્રાક્ટર) એની સાધારણ સિમેન્ટ હોય એમાં પાણી અને ગાંગડા હોય. તોપણ ઈ જ્યાં ત્યાં નાખે, તો ઈ પડે. મુંબઈમાં આખું કરોડનું એક મકાન હતું ને ? આમ કરતા પડ્યું. આખું મકાન પડ્યું અને કેટલાય માણસો અંદર મરી ગયા. એ પણ નિશ્ચયથી તો અકસ્માત નથી. તે