________________
કળશ-૧૬૦
૧૦૫
કારતક વદ ૧૨, બુધવાર તા. ૦૭-૧૨-૧૯૭૭.
કળશ-૧૬૦ પ્રવચન–૧૬૯
કળશટીકા ૧૬૦ (શ્લોક). નિર્જરા અધિકાર છે.
एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति ।।२८-१६० ।।
ધર્મી થાય ત્યારે એની દૃષ્ટિ કેવી હોય? કે, ચૈતન્ય શુદ્ધ ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા છે. એની દૃષ્ટિમાં નિત્યાનંદનો અનુભવ થાય. અનાદિથી જે એકલા પુણ્ય અને પાપના વિકલ્પના વિકારનું વેદના અને અનુભવ છે તે મિથ્યાદૃષ્ટિ છે. એને જ્યારે ધર્મ થાય છે; ધર્મ એટલે વસ્તુનો સ્વભાવ જે ત્રિકાળી જ્ઞાયક અને આનંદને અનુસરીને એનો અનુભવ થવો કે જે પૂર્ણાનંદ સ્વરૂપ (છે) એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનો અંશે આનંદનું વદન થવું એનું નામ સમ્યક્દષ્ટિ અને ધર્મી કહેવાય છે. આવી વાત છે.
“: જ્ઞાન સા વિતિ તે “સમ્યક્દૃષ્ટિ જીવ....' સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા કહ્યો, એણે જે જોયો અને કહ્યો એવો એ પોતે અંદર જોવે. શુદ્ધ ચૈતન્યઘન અનાકુળ આનંદકંદની દૃષ્ટિ કરીને એનું થોડું વેદન આવે એ સમ્યક્દૃષ્ટિ જીવ (છે). આહા...હા...! એ “જ્ઞાનને અર્થાત્ શુદ્ધચૈતન્યવસ્તુને ત્રિકાળ આસ્વાદે છે.” આહાહા..! ધર્મીજીવની દૃષ્ટિમાં આખો પરમાત્મ સ્વભાવ આવ્યો હોય છે. ભલે ઈ સમકિતી ગૃહસ્થાશ્રમમાં હો, ચક્રવર્તીના રાજની અંદર દેખાય પણ તેની દૃષ્ટિનો વિષય તો પૂર્ણાનંદ છે. એનો વિષય રાજ કે રાગ કે પર્યાય નથી. આહા..હા..! વિષય એટલે ધ્યેય. આહા..હા...! આવી વસ્તુ છે. એ સમ્યક્દૃષ્ટિ જીવ,...
જેમ અજ્ઞાની અનાદિથી એક સમયના વિરહ વિના રાગ ને દ્વેષ ને મિથ્યાત્વને વેદ છે, એમ સમ્યક્રદૃષ્ટિ જીવ નિરંતર શુદ્ધ ચૈતન્યઘન વસ્તુ છે... આહા..હા...! એને એ વેદે છે એટલે શ્રદ્ધે છે, જાણે છે અને સ્વરૂપ આચરણની સ્થિરતાનું વેદન પણ કરે) છે. આનું નામ ધર્મની પહેલી શ્રેણીનો આ વિચાર છે. મોક્ષમહેલની પહેલી સીઢી !
એ પોતાના સ્વરૂપને આસ્વાદે છે. એટલે ? કે, રાગના વિકલ્પથી ભિન્ન પડેલી ચીજ