________________
કળશ-૧પ૯
૧૦૩ જેની દૃષ્ટિમાં અંદર ભગવાન ભાસ્યો છે અને આ પીડા ને દુઃખ-બુખ છે જ નહિ. આ..હા...હા...! એવા સ્થાનમાં પણ સમાધિમરણે દેહ છૂટે છે. આ શું હશે ? આ..હા...હા...! દૃષ્ટિ ચૈતન્યના આનંદઘન ઉપર છે તો દૃષ્ટિ છે તેવી જ સૃષ્ટિ છે. તો ત્યાં શાંતિ અને આનંદની જ ઉત્પત્તિ છે. આહા..હા...ભાઈ ! એ રમતું નથી. એ આનંદના ખેલ... આહા...હા...! વાતે મળે એવું નથી. આહા...હા...!
અહીંયાં નિર્જરા કહે છે ને ? એવી સ્થિતિમાં પણ કહે છે, ઘાણીમાં પીલતા સંતને નિર્જરા થાય છે. આ..હા...હા...! કર્મ ખરી જાય છે, અશુદ્ધતા ટળી જાય છે, શુદ્ધતા વધે છે. આવી વાતું છે ! આહા! છ (ભય) થયા. સાત ભય છે ને ? સાત. આલોક ભય, પરલોક ભય આવ્યું ને ? અરક્ષા, ગુપ્તિ, વેદના અને આ મરણ (એમ) છ થયા. એક અકસ્માત રહી ગયો છે. સાતમો ભય અકસ્માત (છે).
ધર્મીને અકસ્માત કાંઈ છે નહિ. જોકે દુનિયામાં ક્રમબદ્ધ પર્યાય થાય છે એમાં અકસ્માત કાંઈ છે નહિ. આહા...હા...! જે સમયે જે પર્યાય; શરીરની, વાણીની, મનની, આત્માની... આહાહા..! થવાની તે થાય છે. ત્યાં આગળ પણ અકસ્માત નથી તો સમ્યફદૃષ્ટિને કોઈ અકસ્માત ભય છે નહિ. એમ કે, જ્યાં ઊભો હોઈશ ત્યાં ઉપરથી ઝાડ પડશે તો ? જ્યાં ઊભો હોઈશ ત્યાં વીજળી નીકળશે તો ? વીજળી પડે ને ? વીજળી ! આહા..હા...!
(સંવત) ૧૯૭૨ની સાલ, વૈશાખ મહિનો હતો. જેઠ કે વૈશાખ (હતો). (ત્યાં) એક ભાઈ હતા. વરસાદ વરસતો હતો. એનું) બહુ લઠ જેવું શરીર હતું). દુકાને હાથ દઈને ઊભા હતા. વરસાદ પડતો હતો, ટપાલની રાહ જોતા હતા એમાં વીજળી પડી. ૧૯૭૨નો ઘણું કરીને જેઠ મહિનો કે વૈશાખ મહિનો હતો). ત્યારે અમે ‘વઢવાણ” “સુંદરવાળાના અપાસરે હતા. ૧૯૭રની વાત છે. જ્યારે અમે પાછા બોટાદ ગયા ત્યારે (કહ્યું), અહીં વીજળી આવી (અને ભાઈ પડી ગયા, દેહ છૂટી ગયો. બે વ્હોરા અંદર હતા એને જરીક આઘાત થઈ ગયો. જીવતા રહી ગયા અને એનો સાળો હતો એ મરી ગયો. વીજળી અંદર દુકાનમાં ગરી (-ઘૂસી ગઈ. પાછી બહાર નીકળી ત્યાં લીમડાનું ઝાડ છે ત્યાંથી) પછી નીકળી ગઈ. આહા..હા..!
અહીં કહે છે, પણ ઈ અકસ્માત નથી. આ...હા...! તો પછી સમકિતીને કોઈ અકસ્માત ભય છે એવું છે નહિ. એનું વિશેષ કહેશે.. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)