________________
૧૦૨
કિલશામૃત ભાગ-૫ ઘસારા શા ? એનો અભાવ તો શો પણ ઘસારો શો ? ઘટી જાય, ઘટી જાય એ શું ? આહા..હા..! પૂર્ણ આનંદના નાથમાં ઘસારો – ઘટવું એ પણ જેના સ્વરૂપમાં નથી. આહા...હા.... પર્યાયમાં ભલે રાગ, દ્વેષ અને મિથ્યાત્વથી ગમે તે દશા થઈ પણ વસ્તુમાં એનો ઘસારો જરી પણ નથી. આહા...હા...! એવી વાત બેસવી જોઈએ ને !
એ મરણના ભયની વાત કરી. ધર્મીને મરણનો ત્રાસ હોતો નથી. જગતને મરણ તણી બીક છે, ધર્મીને આનંદની લહેર, મારે મન આનંદની લહેર છે.” આહા...હા...! જે સમય જીવનમાં છે તે જ સમય મૃત્યુકાળે પણ (છે). મારા આનંદ સ્વભાવમાં હું છું. આહા...હા...! જીવનકાળમાં – બહારના જીવનકાળમાં પણ આનંદ સ્વભાવમાં છું અને દેહના છૂટવાના કાળમાં પણ હું તો આનંદ સ્વભાવમાં છું. એને મરણનો ભય કે ડર કે ત્રાસ હોતો નથી. આહાહા..! આને સમ્યફદૃષ્ટિ ધર્મની મોક્ષમહેલની પહેલી સીઢી (કહેવામાં આવે છે). મોક્ષમહેલની પહેલી સીઢી – “છ ઢાળામાં આવે છે. આહા...હા...! આ તો વીરના કામ છે, બાપા ! કાયરના અહીં કામ નથી. આહાહા...!
ઈ તો પહેલા આવી ગયું છે ને ? ઉપરથી વજ પડે. લોકો પોતાની જગ્યા – સ્થાનને, ભાવને છોડી દે, એવું આખું જગત (ફરી જાય તોપણ) ધર્મી પોતાના સ્વભાવથી ખસતો નથી ! ઉપરથી વજ પડે અને શરીરમાં ભીંસાઈને કટકા થાય તો એ તો શરીરને થયું, મને ક્યાં કોઈ અડે છે ? આહા...હા...! વજપાત પડતાં અજ્ઞાની એના સંયોગમાં પોતાના
સ્થાનને છોડી દે છે. ધર્મી પોતાના સ્થાનને છોડતો નથી. આહા...હા...! સંતોને ઘાણીમાં પીલી નાખ્યા. આહાહા..! પણ એ તો શરીરને પીત્યું. મુનિ તો અંતર આનંદની લહેરમાં હતા ! તલને જેમ પીલે એમ જેને (ઘાણીમાં પીલી નાખ્યા). લાકડાની મોટી ઘાણી (હોય એમાં) માથું નાખી લાકડું ફેરવ્યું. આ..હા..હા...! કહે છે કે, એ સંતો તો આનંદમાં હતા. તું દેખે છે એમાં તે નહોતા. આહા..હા...! ઘાંચીની એ હોય ને ? શું કહેવાય ? મોટી લાટ. લાટ ! ખાડો હોય એમાં મુનિને એક પછી એક લાકડાની વચમાં માથા નાખ્યા. આહા...હા...! ૫૦૦ સાધુને (નાખ્યા) ! અરે! એ વખતે કોઈ જૈન નહિ હોય ? શું થાય ? થવા કાળે થાય. છતાં એને એને આનંદની લહેર હતી. આહાહા! ઘાણી અડી નથી. આહા...હા...! એને પ્રતિકૂળતા જણાતી નથી. કેમકે જ્યાં ભગવાન અનંત આનંદનો નાથ (છે) ત્યાં અંદર દૃષ્ટિ પડી છે. એ આનંદની દશાને અનુભવે છે. જોવામાં આમ આવે અને અંદર (આમ હોય). આનંદ. આનંદ.. આનંદ આનંદ.. આહા..હા...! જેને આનંદની ભરતી આવે છે, પર્યાયમાં આનંદની ભરતીના ઉભરા આવે છે. આહા...હા...! આમ જુવો તો પીલે છે. આ..હા..! ફાંસીએ ચડાવે ! શરીરને પરોવે. આહા...હા...! રાજકુમાર હોય, મુનિ થયા હોય. આહા...હા...! અણીની ધાર ઉપર મૂકીને (ફાંસીએ ચડાવે). અંતરમાં તો આનંદ છે. આ..હા...! શું છે આ તે !