________________
૧૦૦
કલામૃત ભાગ-૫
ત્રાસ.... ત્રાસ.... એવા ત્રાસમાં દેહ છૂટે એ ચોરાશીના અવતારમાં રખડવા જાય.
ધર્મીને મરણ ટાણે કે જીવતાં મારા પ્રાણ જ્ઞાન અને આનંદ છે તેનાથી જીવું છું. દેહ છૂટતાં પણ હું જ્ઞાનના પ્રાણથી છૂટ્યો નથી, મારા આનંદના પ્રાણ લઈને અહીંથી હું જાઉં છું. જ્યાં જાઉં ત્યાં મારા આનંદપ્રાણ સાથે છે. આહા...હા...! સમજાણું કાંઈ? કોઈપણ સંયોગમાં જાય, કોઈપણ ક્ષેત્રમાં જાય, કોઈપણ કાળમાં જાય કે કોઈપણ શુભ-અશુભ ભાવ આવે છતાં એ ભગવાન (નિજાત્મા) તો એનામાં છે જ નહિ. આહા...હા...! એ તો આનંદ ને જ્ઞાન પ્રાણનું શાશ્વત તત્ત્વ છે. તેમાં તે ઊભો છે. આહા..હા..! એથી તેને મરણનો જરી પણ, જરી પણ ત્રાસ નથી, આનંદ છે. કારણ કે દેહ રહો કે દેહ છૂટે, મારા પ્રાણ તો આનંદ ને જ્ઞાન છે. જીવતાં પણ આનંદના પ્રાણથી જીવે છે, દેહ છૂટતાં પણ આનંદના પ્રાણથી ત્યાં દેહ છૂટી જાય છે. આ..હા...હા...! આવો માર્ગ છે.
‘મિથ્યાષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે. આહાહા...! પુણ્ય-પાપના વિકલ્પો પણ જ્યાં નથી ત્યાં વળી દસ પ્રાણ ને એની વાતું શું કરવી? આહા..હા...! ખરેખર તો દ્રવ્ય સ્વભાવ ભગવાન શુદ્ધ ચૈતન્ય (છે) તે રાગને અડતો પણ નથી. માન્યું છે કે હું રાગને સ્પર્શ છું. એ માન્યતામાં પણ જેમાં – ચૈતન્યમાં નથી. આહા...હા...!
બાપુ ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની સ્થિતિની દશા એમણે કહેલા તત્ત્વો ચમત્કારી છે ! જગત, બહારના ચમત્કાર જોવા જાય છે પણ આ ચમત્કાર તો જો ! આહા...હા...!
મુમુક્ષુ :- બહારમાં તો ઇન્દ્રિય વડે દેખાય છે, આ તો અતીન્દ્રિય છે.
ઉત્તર :- એ દેખનારું તો જ્ઞાન છે ને ! ઇન્દ્રિય વડે ક્યાં દેખે છે ? દેખનારું તો જ્ઞાન છે. ઇન્દ્રિય તો નિમિત્ત છે. નિમિત્ત એને જાણતું નથી, જાણનાર તો જ્ઞાન છે. આહા...હા....! એ જાણનાર જ્ઞાન, એ જ્ઞાનની પર્યાય પોતાના ત્રિકાળ શાશ્વત (સ્વભાવને) સ્વીકારે છે. આહા..હા...!
(‘સમયસારની) ૩૨૦ (ગાથામાં) તો એમ આવ્યું ને ? ૩૨૦માં નહિ ? હું તો નિત્યાનંદ છું, પર્યાય એમ માને છે, હું પર્યાય છું એમ નહિ. ૩૨૦ ગાથામાં આવી ગયું છે. હું રાગ છું ને પુણ્ય છું એ તો નહિ પણ હું નિર્મળ પર્યાય છું એ પણ નહિ. એ પર્યાય એમ જાણે છે કે હું તો આ દ્રવ્ય) છું. ધ્રુવ સ્વરૂપ તે હું છું. આહા..હા..! અરે...! આવી વાત સાંભળવા મળે નહિ એ ક્યાં જાય ? ક્યાં કરે ? શું કરે ?
સમ્યગ્દષ્ટિ જીવ એમ અનુભવે છે કે “મારું શુદ્ધચૈતન્યમાત્ર સ્વરૂપ છે તે તો વિનાશ પામતું નથી.” નિત્ય (હોય એ) વિનાશ કેમ પામે ? (નાશ પામે) તો એને નિત્ય કેમ કહેવાય ? આહા...હા...! દ્રવ્ય પણ નિત્ય (છે) અને ગુણ પણ નિત્ય (છે). જે નિત્ય છે તેનો નાશ કેમ થાય ? આહા..હા...! પ્રાણ નષ્ટ થાય છે તે તો...” પુદ્ગલ છે. આહા...હા...!