________________
કળશ-૧૫૯
૯૯ મુમુક્ષુ :- આ વીતરાગી વિજ્ઞાન લેબોરેટરી છે !
ઉત્તર :- આ તો વીતરાગી વિજ્ઞાન છે. ચમત્કારી વિજ્ઞાન છે ! આહા...હા...! શિશપેનને આમ છરીથી) કરે છે, ઈ છરી શીશપેનને અડતી જ નથી. આ આંગળી (બીજી) આંગળીને અડી નથી, અડતી નથી.
પ્રશ્ન :- સાહેબ ! આવું બધું સમજવાનું કારણ શું ?
સમાધાન – એ સ્વતંત્ર પદાર્થ છે તેમ જાણવું એમ કારણ છે. તેની પર્યાય સ્વયંસિદ્ધ છે, ગુણ સ્વયંસિદ્ધ છે, દ્રવ્ય સ્વયંસિદ્ધ છે. (બધું) સ્વયંસિદ્ધ છે. એમ મારો ભગવાન દ્રવ્ય પણ સ્વયંસિદ્ધ છે. ત્રિકાળી પ્રાણ સ્વયંસિદ્ધ છે, આ એની પર્યાય પણ સ્વયંસિદ્ધ છે. ખરેખર તો પર્યાયને દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નથી એવી સ્વયંસિદ્ધ છે ! આ..હા..હા...!
મુમુક્ષુ :- દર્શનમોહનીયના ભૂક્કા ઊડી જાય.
ઉત્તર :- ભૂક્કા ઊડી જાય ! જ્યાં હોય ત્યાં આ કર્યું ને મેં કર્યું. મેં કર્યું એવા અભિમાન કરે છે). આહા...હા...!
અહીં કહે છે કે, એ દસ પ્રાણ ઉચ્છેદ થાવ તો એ તો ઉચ્છેદ થવાને લાયક જ હતા. પણ મારા પ્રાણ “સ્વયમ્ વ શાશ્વતઃ “જતન વિના જ અવિનશ્વર છે તે કારણથી.” તેનો કોઈ દિ નાશ થતો નથી. આહા...હા...! મારા પ્રાણનું મરણ કોઈ દી થતું નથી. આ...હા...હા...! એ પ્રાણ સદાય જીવતા રહે છે. ચૈતન્યપ્રાણ, અનંત ગુણો આદિ અનંત પ્રાણ (છે). ચાર તો મુખ્ય લીધા છે. આહાહા...! સમજાણું કાંઈ ? “પ્રાણજીવન પ્યારા તારા જીવન ને પ્રાણ તારા જીવન છે, એ તારા પ્યારા છે.” શુદ્ધ હોં ! દસ પ્રાણ જડ છે એ તો નહિ અને જડને નિમિત્ત (થવામાં) પર્યાય(ની) યોગ્યતા, અશુદ્ધનયથી દસ પ્રાણની યોગ્યતા છે. એ પણ જીવની નથી. આહાહા..! સમજાણું કાંઈ ? એને અહીંયાં આત્મા – જીવ અને પ્રાણવાળો કહે છે. એ પ્રાણવાળો છે. માણસ નથી કહેતા ? કે, આ છોકરા(માં) કાંઈક પ્રાણ છે, બળવંત છે, કાંઈક આનામાં જીવન છે. એ જીવન ધૂળનું નહિ. ભગવાનના જીવન પ્રાણ છે જે એનાથી ટકતું, જીવતું આશ્ચર્યકારી તત્ત્વ છે ! આહા...હા...!
“ભાવાર્થ આમ છે.” ભાવઇન્દ્રિય છે એ પણ જીવની નથી તો દ્રવ્ય (ઈન્દ્રયની) તો વાતું શું કરવી ? આહા...હા...! “બધાય મિથ્યાદૃષ્ટિ જીવોને મરણનો ભય હોય છે. હાય. હાય....! હવે મને કોણ રાખશે ? કોઈ વૈદ્યને બોલાવો, ડૉક્ટરને બોલાવો, મારાથી સહન થતું નથી, અહીં અંદર ભીંસ પડે છે. શું છે પણ ? ભીંસ કોને અડે ? આત્માની પર્યાયને શરીરની ભીંસ અડતી જ નથી. હાર્ટફેઈલ થાય ત્યારે શું થાય છે ને ? લોહીના કપતરા બંધાય. ગભરામણ.... ગભરામણ થાય) એ તો જડની પર્યાય છે. ભગવાનની જ્ઞાનમૂર્તિ તેને અડ્યો પણ નથી. એના જ્ઞાનપ્રાણમાં ઈ ગભરામણ છે જ નહિ. આહા...હા...! એક તો રોગનો ભય, મરણનો ભય... આહા...હા...! એમાં દેહની ભીંસ પડે, શૂળ ઉપડે એનો ભય ત્રાસ...