________________
૯૮
કલશામૃત ભાગ-૫ ઉત્તર :- ઈ વળી જુદો. પેલો જે જીવ હોય છે જુદો. (આ તો) પાંદડાંદીઠ એક જીવ હોય છે. પાંદડાદીઠ એક જીવ, વ્યાપક હોય એ જુદો પણ બીજા એના અસંખ્ય જીવ હોય એ જુદા. આહા..હા...! ઈ એક એક જીવ અંદર શરીરને અડ્યો નથી. આહા..હા...! શરીર એને અડ્યું નથી.
લસણની એક આટલી કટકી હોય એમાં અસંખ્ય શરીર (છે) અને એક શરીરમાં અનંત જીવ (છે), છતાં એમાં એક જીવ બીજા જીવને અડ્યો નથી. એ એક જીવ કર્મને અડ્યો નથી. કર્મ શરીરને અડ્યા નથી. આહા..હા..! એ તો પહેલાં કહેવાય ગયું છે. આહા..હા...! આકરી વાતું, બાપુ !
આ પગ જે ચાલે છે ઈ જમીનને અડ્યા વિના પગ ચાલે છે અને આત્માની પ્રેરણા વિના ઈ પગ ચાલે છે. આત્મા પગને અડક્યો નથી. પગ જમીનને અડ્યો નથી. લાકડી હાથમાં રાખી છે તે હાથ લાકડીને અડ્યો નથી અને લાકડીને જમીનનો ટેકો નથી), લાકડી જમીનને અડી જ નથી. આહા...હા...! દ્રવ્ય, ગુણ અને પર્યાયની એવી કોઈ ચમત્કૃતિ છે ! એ ચમત્કાર છે !! દરેક દ્રવ્યનો, પર્યાયનો એ ચમત્કાર છે કે, જ્યાં હોય ત્યાં તે પોતાના આધારે છે. એને પરનો આધાર નથી, પરને સ્પર્યો નથી. આહા...હા...!
અહીં ઈ કહે છે, દસ પ્રાણને આત્મા અડ્યો પણ નથી. ઇન્દ્રિયને આત્મા અડ્યો નથી. મન, વચન ને કાયાના પરમાણુને આત્મા અડ્યો પણ નથી. એ ત્રીજી ગાથામાં આવ્યું નહિ ? ત્રીજી (ગાથા) ! “સમયસાર ! દરેક પદાર્થ પોતાના ધર્મને ચૂંબે છે પણ અન્ય દ્રવ્યને ઈ ચૂંબતો નથી. આ તે કંઈ વાત છે ! આહા...હા...! સાકરના રજકણો જીભને અડતા નથી અને જીભને આત્મા અડતો નથી. એવું દરેક તત્ત્વ ચમત્કારવાળું (છે). દ્રવ્ય પણ ચમત્કારી ચીજ છે.
આટલો નાનો એક પરમાણુ હોય છતાં એમાં અનંત ગુણ છે, અમાપ ગુણ છે. આકાશના પ્રદેશનું માપ નથી. એથી અનંતગુણા એક પરમાણમાં ગુણ છે. એ દ્રવ્યની ચમત્કૃતિ છે અને અનંત, અમાપ ગુણ એ ગુણની ચમત્કૃતિ છે અને એક સમયની અનંત પર્યાય છે. ત્રણ કાળના સમયથી અનંતગુણી પર્યાય છે) ! અને એક એક ગુણના એક એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિષ્ઠદ સ્વતંત્ર છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
પાણી ઊનું થયું એ અગ્નિ અડ્યું છે માટે ઊનું થયું એમ નથી). પાણી અગ્નિને) અડ્યું જ નથી. પાણી અગ્નિને અડતું નથી.
મુમુક્ષુ :- અદ્દભુત લીલા છે !
ઉત્તર :- લીલા છે એની ! પેલા કહે કે, ઈશ્વરની લીલા (છે). ઈ નહિ, બાપા ! આ દ્રવ્યની લીલા (છે) ! ભાઈ ! તને ખબર નથી. આહાહા...! ઈ તો કહ્યું હતું ને તે દિ? છરી શાકને અડતી નથી અને કટકા થાય છે. આહા...હા...!