________________
૭૨
કલશામૃત ભાગ-૫
ધર્મધૂરંધર મોટો ! સમાજ પણ મોટા લાંબા પૂછડાંના બિરૂદ આપી દે ! ભાઈ ! અહીં તો દુનિયાથી બીજી (વાત છે). પાંચ લાખ શું તારા કરોડ દઈ દે ને ! એમાં ધર્મ કયાં હતો ? ઈ તો જડની ચીજ છે. એમાં કદાચિત્ તેં રાગ મંદ ઓછો કર્યો હોય (તો) પુણ્ય થાય. પુણ્ય એટલે રાગ. આ..હા..હા...! રાગ એટલે ઝેર. ભગવાન અમૃતનો સાગર નાથ આત્મા ! એનાથી વિરૂદ્ધ ભાવ રાગ એનું નામ ઝેર છે. સમજાણું કાંઈ ?
અહીં એ શુદ્ધ સ્વરૂપને જે આસ્વાદે છે (તેને જ્ઞાની કહે છે). કેવું છે જ્ઞાન ? (જ્ઞાન) એટલે આત્મા. નિરંતર વર્તમાન છે.’ કાયમ વર્તતું છે, કાયમ વર્તતો ત્રિકાળ ભગવાન ! આહા..હા...! એને જેણે જાણ્યો અને અનુભવ્યો એને કેવું છે જ્ઞાન ? અનાદિનિધન છે.’ જ્ઞાન એટલે આત્મા. અનાદિ જેની આદિ (નથી). છે.. છે.. એને આદિ શી ? જે ચીજ છે એને આદિ શું ? છે તેનો અંત શો ? છે તેના સ્વભાવથી ઈં ખાલી શો ? આહા...હા....! વાત જુદી જાત(ની) છે.
-
દુનિયામાં તો બધું ચાલે છે, બધી અહીં તો ખબરું છે ને ! પેલી નોમે દીક્ષાને પાંસઠમું વર્ષ બેસશે, માગસ૨ સુદ ૯. તમારા જન્મ પહેલાની બધી વાતું (છે). (સંવત ૧૯૭૦ના) માગસર સુદ ૯, રવિવાર. લ્યો ! આજે રવિવાર છે ! પેલા માગસરને પંદર દિ’ રહ્યા, ચોંસઠ વર્ષ પૂરા થશે. જગતને ઘણું જોયું. આહા..હા...! અંતર જ્યારે જાણવામાં આવ્યું ત્યારે ખબર પડી કે, ઓ..ઈ માળી આ વાત તો બીજી કંઈ છે !! સમજાણું કાંઈ ? સંપ્રદાયમાં ક્રિયાકાંડી ખૂબ કરેલી. આહા...હા...! બાપુ ! મારગડા અંદર જુદા !
ચૈતન્યના તેજ ! એ જ્ઞાનનો ભંડા૨ આનંદસાગર પ્રભુ ! એની સામું જોયું જ છે કયાં ? આમ બહા૨ને બહાર બધી હોળી સળગે. આ છોકરા ને આ પૈસા ને આ આબરૂ ને આ કીર્તિ, ખાવા ને પીવા.. જે જોનારો (છે) એને જોયો નહિ. જોના૨ ૫૨ને જોવામાં રોકાઈ ગયો. આહા..હા...!
અહીંયાં કહે છે કે, જોનારને જ્યાં જોયો... આ..હા..હા...! એ તો જ્ઞાનની મૂર્તિ અને આનંદનો કંદ પ્રભુ છે ! એનું વેદન જેને છે એ જીવ અનાદિનિધન છે. ભગવાન અનાદિઅનંત છે. અનાદિનિધન છે ને ? અનાદિ એટલે આદિ નહિ અને નિધન એટલે અંત નહિ. નિધનનો અર્થ અંત થાય છે. આદિ અને અંત વિનાની એ ચીજ પ્રભુ અંદર છે. સત્... સત્... સત્ શાશ્વત સત્ છે.
વળી કેવું છે ? કારણ વિના દ્રવ્યરૂપ છે.’ ‘સહન’નો અર્થ કર્યો. સ્વભાવિક વસ્તુ છે. એને કોઈ કારણ નથી (કે) કોઈ ઈશ્વરે એને કર્યો છે. છે... એને કરે કોણ ? આહા..હા...! સ્વભાવિક ચૈતન્યમૂર્તિ પ્રભુ ! કારણ વિના સ્વભાવિક વસ્તુ છે. એનું કોઈ કા૨ણ છે નહિ... આહા..હા...! કે, ભાઈ ! ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો. ચીજ નહોતી ? નહોતી એને ઉત્પન્ન કોણ ક્યાં કરે ? અને હોય એને ઉત્પન્ન કોણ કરે ? હોય એને ઉત્પન્ન કોણ કરે ? અને