________________
૭૦
કલશામૃત ભાગ-૫
ચૈતન્ય રાગથી ભિન્ન છે અને પોતાના નિર્મળ સ્વભાવથી તે અભિન્ન છે. આહા..હા...! આ તો જુદી જાતની વાતું છે, બાપુ ! કોઈ શરણ નથી એમ અહીંયાં સિદ્ધ કરવું છે. મરતાં કોઈ શરણ નથી, જીવતા પણ કોઈ શરણ નથી. હાય... હાય... મને રાખો રે... હવે હું મરી જાઉં છું. કોણ મરે ? આત્મા મરે ? શરી૨ મરે ? શરીરની અવસ્થા બદલાય એને મરણ કહે છે. આત્મા તો ત્રિકાળી આનંદનો નાથ શાશ્વત વસ્તુ છે. એ જન્મતો પણ નથી અને મરતો પણ નથી. આહા..હા...!
એવી ચીજ – અંતર સ્વભાવનું હોવાપણું છે). જ્ઞાનનું, જાણવાનું જેની સત્તામાં બધું જણાય એ કહેવું એ પણ વ્યવહાર છે, પણ જે જાણે છે ને ? કે, આ શરી૨ (છે). શરીરને ખબર છે કે હું શરીર છું ? આને – જડને, માટીને ખબર છે ? આ તો ધૂળ છે. જ્ઞાનને ખબર છે કે આ જડ છે. તો જેના જ્ઞાનમાં – સત્તામાં ૫૨ ચીજ જણાય એ પ૨ ચીજ ખરેખર જણાતી નથી. એ જ્ઞાનની વર્તમાન દશા જણાય છે. ઝીણી વાત છે, પ્રભુ ! આહા..હા....! અરે....! શું કરીએ ? આખી વાતનો ફેરફાર થઈ ગયો છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
જેની દશામાં... દશામાં હજી, હોં ! આખી ચીજ ભિન્ન (પડી છે). જેની વર્તમાન જ્ઞાનની દશામાં – હાલતમાં – પર્યાયમાં, એ પર્યાય શાસ્ત્રભાષા છે, એમાં આ... આ... આ... આ... એવું જે જણાય છે એ જાણવાની પર્યાય જણાય છે, એ (૫૨ વસ્તુ) નહિ. એ જાણવાની જે દશા છે તે જણાય છે. હવે, એ દશા કોની (છે) ? કે, જે જણાય એની ? એ દશા જાણનારો ત્રિકાળ છે તેની છે). ભાઈ ! ઝીણી વાતું છે, હોં ! પૈસામાં, ધૂળ ધમાલમાં હેરાન હેરાન થઈને બધા ચાલ્યા જશે. આહા..હા...!
અબજોપતિ ! ન કીધું ? આપણા પાણાસણા’ના. બે અબજ ચાલીસ કરોડ ! ધૂળ ! બે અબજ ને ચાલીસ કરોડ રૂપિયા ! પાંચ મિનિટમાં મરી ગયો ! હાય... હાય...! એકસઠ વર્ષની ઉંમર ! એ ‘મુંબઈ’માં કો’કના ઘરમાં મરી ગયો ! પોતાના ગામમાં ગોવા’માં ચાલીસ લાખનો બંગલો (હતો), દસ દસ લાખના બે બંગલા અને બે અબજ ચાલીસ કરોડ ! ધૂળમાંય કાંઈ નથી, એ તો જડની ચીજ છે, તારી કયાંથી આવી ગઈ ? આહા..હા...! મરી ગયો પાંચ મિનિટમાં ! હાય... હાય.. એ.. મને દુ:ખે છે, બોલાવો ડૉક્ટરને ! ડૉક્ટર આવે ત્યાં ભાઈસાહેબ (ચાલ્યા ગયા). દેહ અને આત્મા ભિન્ન છે તેમ ક્ષેત્રથી જુદા પડી ગયા. આહા..હા...! જાય બીજે રખડવા...! આહા..હા...!
અહીં કહે છે, ધર્મી જીવને શુદ્ધ સ્વરૂપ જે આત્મા છે તેનું એને જ્ઞાન છે. એવા જીવને ત્રણે કાળ વિત્તિ આનંદસ્વરૂપ પ્રભુ ! સચ્ચિદાનંદ સ્વરૂપ છે તેને તે આસ્વાદે અને વેદે છે. અજ્ઞાની અનાદિકાળથી વેદે છે ? શું (વેઠે છે) ? પુણ્ય અને પાપના, રાગ અને દ્વેષના ભાવને – ઝેરને દુઃખને વેદે છે. સમજાણું કાંઈ ? આહા..હા..!
બે-પાંચ-દસ કરોડ પૈસા આવ્યા અને એને એમ થયું કે, આ..હા..હા...! (એ પૈસા)