________________
૭૪
કિલશામૃત ભાગ-૫ ત્રિકાળી આનંદનો નાથ પ્રભુ ! એવી શાશ્વત વસ્તુની જેને અંતર દૃષ્ટિ થઈ તેને કોઈ મને રાખે એવી રક્ષાનો ભય એને હોતો નથી. આહા..હા..! આહાહા...! અહીં શરીર રહે
ત્યાં સુધી સામગ્રી અનુકૂળ હોય તો મને ઠીક પડે, એમ માને છે ને ? શરીરની છેલ્લી સ્થિતિ સુધી મને સામગ્રીની અનુકૂળતા રહે. પૈસા, મકાન, બાયડી, છોકરા સરખા રહે તો મારી સેવા-બેવા કરે. આવું મૂરખ અનાદિથી માને છે. આહા...હા...! પણ એવો આત્મા નથી. એ તો પોતાથી રક્ષિત અને પોતાથી અવિનાશી સત્તા – ચીજ છે. આહા..હા..! એને કોઈ રક્ષક હોય એવો એને ભય નથી.
“શા કારણથી ? “જ્ઞાનિન: તદ્ધી ત:” (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિ જીવને મારો રક્ષક કોઈ છે કે નહીં એવો ભય ક્યાંથી હોય ? અર્થાત્ નથી હોતો.” આહાહા...! મુગર, હથિયાર, ભાલાં એવી ચીજ હોય તો મારું રક્ષણ તો કરે. કારણ કે કોઈ મારવા આવે તો આમ ભાલો હાથમાં રાખે તો મારું રક્ષણ થાય). પણ તારું એટલે તું કોણ પણ? શરીર તું છો ? મારવા આવે ને ? હાથમાં ભાલો-બાલો હોય ને તો આવી ન શકે. એટલે મારું રક્ષણ થયું. કોનું પણ ? શરીરને પણ રહેવું હતું તો રહ્યું છે. ઈ તારે લઈને નહિ. ઈ માર્યું નહિ માટે નહિ. અને એને લઈને તારું – આત્માનું રક્ષણ થયું એ તો ત્રણકાળમાં છે નહિ. આ..હા..હા...! ભાલા રાખે છે, શું કહેવાઈ પેલી ? ઢાલ, ઢાલ ! મોટી ઢાલ રાખે ને ? પોતાના રક્ષણ માટે. એટલે કોનું રક્ષણ ? આ શરીરનું. એ ધર્મીને એવા ભાલા ને એવા બાણ ને શું કીધું ? ઢાલ, ઢાલ ! એની એને જરૂર નથી. આહા..હા..! શાશ્વતી ઢાલ પડી, છે એને રાખે કોણ ? અરે...! કેમ બેસે વાત?
ક્ષણમાં નાશવાન (ચીજ પલટી જાય છે). જુઓને ! અત્યારે તો ક્ષણમાં દેહ પલટી જાય ! આ.હા...! Heart failનું હમણાં કેટલું સાંભળીએ છીએ ! પચાસ-સાઠ વર્ષ પહેલાં એમ કહેતા હતા કે, ભાઈને પાટીયા ભિંસાય છે. એવું કહેતા. પાટીયા ભિંસાય છે). અત્યારે એનું Heart fail નામ આવ્યું. Heartનો Attack ! ભાઈને બીજી વાર આવ્યો, તમારા શેઠને. ચાલીસ કરોડ ! હમણાં ત્રણ-ચાર મહિના પહેલા અહીં આવ્યા હતા. ચાલીસ કરોડ રૂપિયા ! અહીં સાંભળવા આવ્યા હતા, બેઠા હતા. આ ૨૭મી તારીખે મરી ગયા ! ૬૬ વર્ષની ઉંમર ! ચાલીસ કરોડ રૂપિયા ! હમણા વ્યાખ્યાનમાં આવ્યા હતા. અહીં ભાઈ પાસે ખુરશીમાં બેઠા હતા. ૬૬ વર્ષની ઉંમર ! ૨૨ X ૩ = ૬૬ અને ૨૨ X ૪ = ૮૮. ચાલ્યા ગયા ક્ષણમાં ! એના મોટા ડૉક્ટરો સદાય એની સેવામાં હોય જ છે. એવો મોટો માણસ, મોટો માણસ ! એના બંગલામાં અમે રહી આવ્યા છીએ. ત્યાં બધે વ્યાખ્યાન આપ્યા છે. કલકત્તા’, ‘દિલ્લી' (બધે વ્યાખ્યાન આપ્યા છે). બાકી એને ઘરનું એક ગામ છે. કયું ગામ કીધું ? “દાલમિયાનગર' ! આખું નગર એનું પોતાનું છે. આખું શહેર ! ત્યાં ગયા હતા. ત્યાં પણ હતા, વ્યાખ્યાનમાં હતા. પણ આ બહારની ઝંઝાળ આડે આ નિર્ણય કરવાના