________________
કળશ-૧૫૮
૮૭
છું ! જાણનારને જાણવામાં આવે. આહા.હા! અરે..! અનંત અનંત કાળથી ચોરાશીના અવતારમાં ડુબકી મારીને ઈ મરી ગયો છે, દુઃખી છે... દુઃખી ! આહાહા....!
આત્માના આનંદના ભાન વિના એ પુણ્ય અને પાપના ભાવમાં રચ્યોપચ્યો દુ:ખનો કીડો છે, દુઃખને વેદે છે. આહા..હા..! મરચાનો જીવડો, મરચાંનો ભૂકો હોય ને ? પાંચ શેર, દસ શેર મરચાંનો ભૂકો ! એમાં જીવડા પડે. એ મરચાંને ઘર બનાવે (અને એમાં રહે. મરચાનો જીવડો એમાં ઘર બનાવીને રહે. એમ અનાદિનો અજ્ઞાની પોતાના નિજઘરને જાણ્યા વિના પુણ્ય ને પાપ અને ફળને નિજઘર માનીને ત્યાં પડ્યો છે. સમજાણું કાંઈ ? આહા...હા...! ઝેરીલા નાગે એને વીંટી લીધો છે. ભવ અને ભવના ભાવ ઝેર છે, ભાઈ ! આહા...હા..! વિષકુંભ કીધા છે ને ? “મોક્ષ અધિકારમાં
દયા, દાન, વ્રત, તપનો ભાવ ઝેર છે, રાગ છે (એ) ઝેરનો ભાવ છે. આ રળવું, કમાવું, વિષયભોગ, વાસના, રક્ષણ કરવું, વ્યાજ (ભેગું કરવું) એ પાપ ભાવ છે. આહા...હા...! એ પાપ અને પુણ્યના ઝેરીલા ઝેરી (ભાવ છે). રે એને વીંટી લીધો છે. ભાઈ ! આહા...હા...!
અહીં કહે છે, આહા..હા..! “જતનથી રાખવી, નહીં તો કોઈ ચોરી જશે એવી આ ચીજ નથી. એ તો પરમાત્મસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ છે અને એની જેને દૃષ્ટિ અને વેદન થયું એને “રાખું તો રહે નહીંતર ચોરાઈ જશે' એવું કંઈ છે નહિ. આ...હા...! આ તમારે તો પૈસા-ઐસા તિજોરીમાં નાખે.
અમારે ત્યાં હતું. અમારે પણ દુકાન ઉપર હતું). મોટી દુકાન એટલે ઘણા હજારો, લાખો રૂપિયા આવતા. આબરૂ મોટી હતી ને ! ઘરમાં પૈસા હતા અને બીજા મૂકે. પછી કોઈ લેવા આવે તો તિજોરીમાં પચીસ-પચાસ હજાર તો રાખવા જ પડે. શાહુકાર માણસ (એટલે કોઈ લેવા આવે તો ના ન પડાય કે, કાલે આવજે. તિજોરી ખોલીને આપતા. બે દુકાન હતી ને ? એમાં એક મોટી દુકાન હતી).
અહીં કહે છે કે, પ્રભુ ! આહા..હા..! પ્રતિકૂળતા અને અનુકૂળતાનો સંયોગ એ બન્નેથી (ધર્મી) જીવ છેતરાય નહિ. એવો માલ (–આત્મા) પડ્યો છે તેને વેદ અને તેને પરનો ભય હોતો નથી. આહા..હા...સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- પોતે જ એકલો વેદે ?
સમાધાન :- પોતે જ. સ્વયં સ્વરૂપ ચિદાનંદ પ્રભુ ! અતીન્દ્રિય અનાકુળ આનંદનો સાગર ભગવાન ! એમાં ડુબકી મારીને એને વેદે ! આ...હા...હા..હા...! એટલે ? વર્તમાન પર્યાય જે ચાલતી અવસ્થા છે તેને અંતરમાં નાખે. આહા..હા..! એને “આ મારી ચીજ કોઈ લઈ જશે” એવો ચોરનો ભય હોતો નથી. એને તો પૂર્વના કર્મ હોય ઈ ખરી જાય, કહે છે. આહા..હા..! અજ્ઞાનીને તો નવા પુણ્ય-પાપના ભાવમાં પોતાપણું માને છે. ઈ તો નવા કર્મ બાંધે છે અને વર્તમાન દુઃખને વેદે છે. આહા...હા...! આવી વાતું છે ! ભાઈ !