________________
८६
કલશામૃત ભાગ-૫
જવા દઉં. ડાકુએ એને મારી નાખ્યો. અહીં (નજીકમાં) છે. શું કહેવાય ઈ ? થાન ! જોયું છે, અમે નીકળ્યા છીએ. આહા..હા..! એ ચોર બાયડીને લઈ જતો હતો. એમાં પોસ્ટમેન નીકળ્યો (ઈ કહે), ન લઈ જવા દઉં. પોસ્ટમેન તો બિચારો મધ્યસ્થ (હતો). એને મારી નાખ્યો.
આ આત્મા અંદર નિત્યાનંદ પ્રભુ જેને દૃષ્ટિમાં બેઠો એમાં કોઈનો પ્રવેશ છે ? એને કોઈ હરી લે એવું છે ? કોઈ એને ચોરી જાય એવું ? કોઈ એને લૂંટીને ઈ ચીજ ચાલી જાય એવી છે ?
મુમુક્ષુ :– સરકાર લઈ જાય...
ઉત્તર :– સરકારને કાંઈ ભાન (નથી). બહુ પેદાશ હોય તો પછી સરકાર ઇન્કમ ટેક્ષ નાખીને લૂંટે, માળા ! વાણિયા પણ બધી (બચાવવાની રીત) કરે ને ? ભાગ પાડે, બધા ભાગ પાડે ! વહુરુઓના, છોકરાઓના, લાણાના, ઢીકણાના (ભાગ પાડે).
આહા..હા...! અહીં કહે છે કે, પ્રભુ ! અંદર નિત્યાનંદ નાથ (બિરાજે છે) ! આહા....હા...! ટંકોત્કીર્ણ અણઘડેલો ઘટ ! આનંદનો નાથ ધ્રુવ ચીજ છે ઈ ક્યાં જાય ? એને કોણ લૂંટે ? એને કોણ હરે ? આહા..હા...! ભાઈ ! આ તો આવી વાતું છે, બાપુ ! તમારી દુનિયાથી આખી જુદી જાત છે. મુદ્દાની વાત છે. બાપા ! ઈ તો એમ વાત છે. આહા..હા..!
આ અંદર નિત્યાનંદ પ્રભુ બિરાજે છે). ભગવાન સર્વજ્ઞદેવ જિનેન્દ્રદેવે જોયેલો આ આત્મા અંદર ધ્રુવ નિત્યાનંદ પ્રભુ (છે). એવો જેણે સમ્યક્દષ્ટિમાં જોયો અને માન્યો છે (તે ધર્મી જીવ છે). આહા...હા...! સમજાણું કાંઈ ? આ..હા..હા...! જેણે સ્વ ત્રિકાળી નિધાન ઉ૫૨ નજરું નાખી અને પર્યાય અને રાગની નજરું ઉઠાવી લીધી છે. આહા..હા...! વાતે વાતે જાત જુદી લાગે. ભાઈ ! આહા..હા...! એને તો રસ પ્રેમ છે ને ! આખો શ્વેતાંબર સંપ્રદાય છોડી દીધો. એનામાં મોઢા આગળ(ના) માણસ હતા છતાં છોડી દીધો. બાપુ ! માર્ગ આ છે, ભાઈ ! એ બધી દુનિયા દુનિયાને ઘરે રહી.
—
અરે...! આવી વાત સાંભળવા પણ મળે નહિ એની રુચિ ક્યારે કરે ? આહા..હા...! અશરણ... અશરણ... આખું જગત - દુનિયા અશરણ છે. શરણનો નાથ અંદર ભગવાન પૂર્ણાનંદ પ્રભુ છે એના જેને શરણા મળ્યા, એના જેણે શરણા લીધા, એવા જીવને કોઈ મારી ચીજ લૂંટશે’ એવો ચોર-ભય હોતો નથી. સમજાણું કાંઈ ? ભાષા તો સાદી છે, હોં ! સમજાય એવું છે. જુવાનોને પણ સમજાય એવું છે. આહા..હા...!
મુમુક્ષુ :- ભાવ ઊંચા છે.
-
ઉત્તર :- ભાવ તો જે છે ઈ છે, બાપા ! શું થાય ? કહો ! આહા..હા...! ‘હીરા મુંહ સે ના કહે, લાખ હમારા મૂલ' હીરો એમ કહે કે, હું લાખ રૂપિયાની કિંમતનો છું, કરોડની કિંમતનો છું. એમ આ ભગવાન ચૈતન્યહીરો ઈ કંઈ બોલે નહિ કે, હું આવી કિંમતવાળો