________________
કળશ-૧૫૮
૮૩
આત્માને અનુભવે છે એમ કહેવામાં આવે છે. આહા...હા...!
અજ્ઞાની અનાદિથી પુણ્ય ને પાપ ને વિકારાને વેદે છે). પરને તો એ વેદી પણ શકતો નથી. શરીર ને માંસ, હાડકાં, ચામડાને શું ભોગવે ? આત્મા અરૂપી છે. આહાહા....! ફક્ત પર પદાર્થની અનુકૂળતા કલ્પી અને રાગ કરે તેને ભોગવે. પ્રતિકૂળ ચીજને લક્ષમાં લઈ કે, આ પ્રતિકૂળ છે – આ વીંછી, સર્પો, દુશ્મનને પ્રતિકૂળતા કલ્પીને દ્વેષને વેદ. એ ચીજને ન વેદી શકે. આ પૈસાને વેદી ન શકે પણ પૈસા મને મળ્યા” એવી જે મમતા (થાય) એ મમતાને વેદે, કહો, ભાઈ ! આ તો બધી બીજી વાત છે. આખી દુનિયાથી જુદી જાત (છે). આહા..હા...!
કહે છે કે, ભગવાન અંદર આત્મા સ્ફટિક જેવો નિર્મળાનંદ (બિરાજે છે) પણ પુણ્યપાપનો રાગ છે એ રાગની એકતાબુદ્ધિમાં એને તાળા માર્યા (છે). અને જેણે તાળા ખોલી નાખ્યા (અર્થાત) રાગની એકતા તોડી નાખી અને સ્વભાવની એકતા જેણે પ્રગટ કરી એ
અંદર એક કપાટ ખુલી ગયો. ચૈતન્યનિધાન જેને નજરુંમાં આવ્યા. સમજાણું કાંઈ ? એને સમ્યકુદૃષ્ટિ કહીએ. જેવી ચીજ હતી તેવી પ્રતીતિ, યથાર્થ જ્ઞાન થયું અને એનો અંશ વેદનમાં આવ્યો એ "સા વિતિ . એ નિરંતર વેદે છે. જોયું ? “આસ્વાદે છે.” આહા...હા....! જાણી, પ્રતીત કરી અને આસ્વાદે છે. આહા...હા...! અરે...! આવી વ્યાખ્યા ! પેલી તો છ કાયની દયા પાળો ને વ્રત કરો ને અપવાસ કરો, ચોવિયાર કરી, કંદમૂળ ન ખાવ (એ સહેલું હતું).
પ્રશ્ન :- છ કાયમાં પોતે આવ્યો કે ન આવ્યો ?
સમાધાન :- છ કાયમાં પોતે નહિ, પોતા સિવાય પર આવ્યા). છ કાયમાં અંદર પોતે આવે છે. એની દયા પાળવી ઈ કે, એને રાગથી ભિન્ન પાડીને જેવું એનું પૂર્ણ સ્વરૂપ (છે) એવું એને સ્વીકારવું, પ્રતીત કરવી એનું નામ જીવની – પોતાની દયા કહેવામાં આવે છે. સમજાણું કાંઈ ? કેમકે જે ભગવાન આત્મા ! જેવડો જેટલા સ્વરૂપે પૂર્ણ છે એ રીતે તેનો સ્વીકાર થઈને જ્ઞાન અને પ્રતીતિ થાય ત્યારે એણે જેવડો છે તેવો માન્યો એણે જીવની – પોતાની દયા પાળી. આહાહા...! આવી બધી વાતું ! વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા ! એનો માર્ગ બહુ સૂક્ષ્મ છે.
એ અહીં કહે છે, 'વિન્દત્તિ આહા! મિથ્યાદષ્ટિ જીવ વિકારને વેદે છે. વિકારને જાણે, વિકારને માને અને વિકારને વેદ. આહા...હા...! વિકાર (એટલે) આ શુભ-અશુભ ભાવ. સમજાણું ? આ બધો રળવાનો ભાવ છે ને ? દુકાનની વ્યવસ્થા, ધ્યાન રાખવાનો એ બધો પાપ ભાવ છે. એ પાપ ભાવને માને, પાપ ભાવને જાણે, પાપ ભાવને વેદે. એ અનાદિનો અજ્ઞાની મૂઢ જીવ છે. આ તો બીજી જાત છે, ભાઈ !
અહીં હવે ગુલાંટ ખાય છે, પલટો મારે છે કે, હું એ પુણ્ય-પાપ નહિ અને પુણ્યપાપને જાણનારી જે પર્યાય છે એટલો પણ હું નહિ. પુણ્ય-પાપના ફળ જે આ બહારની