________________
૫૪
કલામૃત ભાગ-૫
વિકારનું વેદન - અનુભવ છે.
પ્રશ્ન :- પરપદાર્થનું વેદન નથી ?
સમાધાન – પરનું વદન ધૂળમાંય નથી. આ તો માંસ, હાડકા, ચામડા (છે). આને કાંઈ ભોગવાય નહિ. એ કાળે એને રાગ થાય કે, “આ ઠીક છે' એવા રાગને ભોગવે. આ.હા...હા..! અજ્ઞાની એ શરીરને પણ ન ભોગવે તેમ આત્મા આનંદસ્વરૂપ છે એની ખબર નથી તો એને પણ) ન ભોગવે. આહા...હા...! એ રાગ અને દ્વેષના, મોહના પરિણામ (થાય છે તેને ભોગવે છે). અહીં તો ત્યાં સુધી કહેશે કે, એ બધા પુદ્ગલ આકાર છે. એ ચૈતન્યનું સ્વરૂપ નહિ. એ શુભ અને અશુભ ભાવ, વિકાર – વિભાવ, દુઃખ – ઝેરનો અનુભવ અનાદિથી અજ્ઞાનીને છે. આહા..હા... - ત્રિલોકનાથ વીતરાગ પરમાત્મા જિનેન્દ્રદેવનું આ ફરમાન છે, ભગવાન ! એકવાર સાંભળ ! આ.હા...હા....! તેં, તારી જાત અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે અને તેં જાણ્યું નહિ, માન્યું નહિ, અનુભવ્યું નહિ. આહાહા..! અનાદિકાળનો એ અનુકૂળ સંયોગી ચીજમાં લક્ષ કરી અને રાગ ઉત્પન્ન કરે તે રાગને વેદે છે). આહા...હા...! એ ઝેર છે, રાગ (છે) એ ઝેર છે. આહા...હા....!
પ્રશ્ન :- ઝેર લાગતું નથી અને રાગ મીઠો કેમ લાગે છે ?
સમાધાન :- ક્યાંથી લાગે ? સર્પ કરડ્યો હોય એને લીમડો કડવો ન લાગે. સાંભળ્યું છે ? સર્પ કરડ્યો હોય, એનું ઝેર ચડ્યું હોય તેને લીમડો કડવો ન લાગે, મીઠો લાગે. ઈ ઝેર ચડ્યું છે ઈ નક્કી કરવા માટે એને લીમડો ખવડાવે છે. જોયું નથી ? અહીં તો ઘણું સાંભળ્યું છે ને, બાપા ! આહા...હા...! ઈ ઝેર ચડ્યું છે કે નહિ તે જોવા માટે) લીમડો
ખવડાવે. કડવો લાગે તો સમજવું કે ઝેર ચડ્યું નથી. એમ અજ્ઞાનીને.... આ...હા...હા...! મિથ્યાત્વ – વિપરીત શ્રદ્ધાના ઝેર (મીઠા) લાગ્યા છે. એને આ પુણ્ય અને પાપના ભાવ મીઠા લાગે છે. આહા...હા...!
પ્રશ્ન :- કરવું શું ?
સમાધાન :- આત્માનું ભાન નથી તો કડવું લાગે છે, એનો અર્થ ઈ. આહા..હા...! પરમેશ્વર જિનેશ્વરદેવ ત્રિલોકનાથ એણે જે આત્મા કહ્યો, અંદર વસ્તુ છે એ તો અતીન્દ્રિય આનંદની પાટ છે. આહાહા...! અરે.! એને ખબરું કે દિ છે ? તમારે “મુંબઈમાં નહિ ? બરફની પાટું! અમે નીકળીએ ને (ત્યારે) જોઈએ પચીસ-પચીસ મણની, પચાસ-પચાસ મણની પાટું ! પેલા શું કહેવાય ? ખટારામાં નીકળતી હોય. મોટર નીકળે (ત્યારે) જોયું હોય. એ પચીસ-પચીસ મણની બરફની પાટું હોય). એક ખટારામાં પાંચ-સાત ભરી હોય. આહા..હા....! એમ આ ભગવાન આત્મા ! શીતળ શાંતિ, આનંદ અને સ્વચ્છતાના ભાવથી ભરેલી પાટ અંદર છે. ક્યાં ખબરું (છે)? (અજ્ઞાની) બિચારા આ દુનિયામાં બહારની મૂંઝવણમાં મરીને