________________
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ.
(૩૧) તૈયાર થયે છે? એ તે નીચ વ્યાધ લેકેનું કામ છે. આવું નીચ કામ કરવાથી તને કેમ લજજા આવતી નથી ? તું ધર્મને મુકી અધર્મમાં પ્રવૃત્તિ કરવા તૈયાર થયું છે, તેનું ફળ તને હમણાં જ મળશે. આ પ્રમાણે કહી તે વીર તરૂણે એક બાણ મારી રાજાના રથની ધ્વજાને છેદી નાંખી. આવી રીતે તે રાજા શાંતનુને પણ મારી શકત, પરંતુ તેમ તેણે કર્યું નહીં, કારણકે, તે વિવેકી અને ધમી તરૂણ સમજતે હતો કે, “એક સાધારણ સૂક્ષ્મ પ્રાણીને પણ મારવું યોગ્ય નથી, તે સર્વોત્તમ જે મનુષ્યપ્રાણી, તેમાં વળી પૃથ્વી પતિ રાજા, એને સહસા વિચાર કર્યા વગર મારે, એ ઘણું નિર્દય કૃત્ય છે. એમ તે સર્વથા કરવું નહીં, તથાપિ તેને પરકમ તે બતાવવું જોઈએ.” એમ વિચારી ધનુષ્યપર બાણ ચડાવી સ્વપ્રમેહના મંત્રને પ્રયોગ કરી તેણે સારથિ ઉપર ઘા કર્યો. તેના તે માંત્રિકબાણથી સારથિ મૂછિત થઈને પડી ગયું. તે તરૂણ પુરૂષનું આવું પરાક્રમ જોઈ તથા તેને હાથથી પિતાને પરાભવ થતે જોઈ રાજા શાંતનુએ તેના પર ક્રોધથી બાણની વૃષ્ટિ કરવા માંડી. જેમ પવન વૃક્ષોને મૂળમાંથી ઉખેડી નાખે તેમ તે વીર તરૂણ રાજાની બાવૃષ્ટિને છેદવા લાગ્યું. તે વખતે રાજાના બીજા માણસેએ જેમ હરિણે સિંહને ઘેરી લે તેમ તેને ઘેરી લીધું. અને પ્રત્યેક માણસે પિતાની શક્તિ પ્રમાણે તેની પર બાણોને મારો ચલાવવા માંડ. આવું અધર્મ યુદ્ધ જોઈ તે તરૂણે પોતાની હાથચાલાકીથી એવું પરાક્રમ બતાવ્યું કે, ક્ષણમાં તેણે બધા દ્ધા