________________
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ.
| (૨૯) તેના શરીર ઉપર રાજતેજ ઝળકી રહ્યું હતું. હાથમાં તેણે ધનુષ્ય ધારણ કર્યું હતું. તેના દરેક અવયવમાં વીરધર્મને તીવ્ર પ્રવાહ વહેતું હતું. જાણે તે વનનું રક્ષણ કરવાને સાક્ષાત્ ધનુર્વેદ આવ્યા હોય તે તે દેખાતું હતું. તે તરૂણ કુમારને જોઈ રાજાએ કહ્યું. “આ જંગલમાં ફરનારા મૃગલાઓને હું શિકાર કરું છું, તેને અટકાવ કરવાની તારે શી જરૂર છે?” તે તરૂણ પુરૂષે પ્રથમ વિનયથી જણાવ્યું.
રાજેઆ વનના પ્રાણીઓ ભયને જાણતા નથી. પિતે કેઈને ઉપદ્રવ અથવા ભય કરતા નથી. એવા નિઃશંક અને નિરપરાધી વનપ્રાણીઓને મારવા તે ગ્ય નથી. કારણકે, તમારા જેવા શ્રેષ્ઠ પુરૂષ તે એવા પ્રાણુઓનું રક્ષણ કરે છે. જેમ આપણો જીવ આપણને પ્રિય છે, તેમ સર્વ પ્રાણુઓને પિતાપિતાને જીવ પ્રિય હોય છે. માટે પોતાના જીવની જેમ સર્વ જીવોની રક્ષા કરવી જોઈએ, એ સર્વ પુરૂષને સામાન્ય ધર્મ છે.”
તે તરૂણનાં આવાં વચન સાંભળી શિકારી શાંતનુ તે વાત સાબીત કરવાની ઈચ્છાથી બેલ્ય“અરે તરૂણ નર! મૃગયા શબ્દના અર્થ ની તને ખબરજ નથી. આ જગમાં સ્થાવર અને જંગમ એવા બેજ પદાર્થો છે. તે બન્ને પદાર્થો હમેશાં ઉપયોગમાં લેવાના છે. તેમને ઉપયોગ કરવાથી કાંઈ હિંસા કહેવાતી નથી. જેમ કે સ્થાવર પદાર્થ ઉપર નિશાન મારીએ છીએ, તેમ જંગમ પદાર્થ ઉપર નિશાન મારવામાં