Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર સ્વરૂપ માને છે પણ તત્વજ્ઞાનીની માન્યતા તેવી નથી. તે મૂઢતારહિત તત્વજ્ઞાની અનાદિકાળથી પિતે કરેલા કર્મપરિણામરૂપ ગૃપની રાજધાનીભૂત ચાર ગતિરૂપ સંસારચક્રમાં રહેવા છતાં પણ આત્માને તેથી ભિન્ન જાણતો ખેદ પામતા નથી. આથી કર્મના ફળની વિચિત્રતાને ભેગવવા છતાં પણ જ્ઞાનીને ખેદ થતું નથી. જે કર્મ કરવાના સમયે અરતિ અને અનાદર નથી, તે પછી ભેગવવાના સમયે શે ઠેષ કરે ? ઉદયમાં આવેલા કમને ભેગવવાના સમયે રાગદ્વેષને પરિણામ જ નવીન કર્મના બન્ધનું કારણ છે. એ હેતુથી ઉદયમાં તટસ્થભાવે રહેવું. શુભકર્મને ઉદય પણ આવરણ છે, અશુભ કમને ઉદય પણ આવરણ છે. શુભ અશુભ બને કમને ઉદય આત્માના ગુણને આવરણ કરવા રૂપે સરખે છે, તે તેમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું શું છે? विकल्पञ्चषकैरात्मा पीतमोहासवोऽययम् / भवोचतालमुत्तालप्रपञ्चमधितिष्ठति // 5 // 1 અહીં મૂળ પાઠમાં વિદ્ ધાતુ આત્માનપદી હોવા છતાં પરમૈપદમાં વાપર્યો છે તે દેષરૂપ નથી, કારણ કે “હતિ અત્રે ગા' એવો પરૌપદી પાઠ પણ જોવામાં આવે છે. 2 વિપ-વિકલ્પરૂપ મદિરા પીવાના પાત્રોવડે. તિમોદાવ =જેણે મોહરૂપ મદિરા પીધી છે એવો. ૩યં આ. માત્મા છવ. દી-ખરેખર. કારણચં=જ્યાં હાથ ઉંચા કરી તાળીઓ આપવાની ચેષ્ટા કરવામાં આવે છે એવા. મવોચતાર્જ સંસારરૂપ દારૂના પીઠાને મયિતિતિ=આશ્રય કરે છે.