Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશના ૩ર૩] ઉતરવાનું ન રહ્યું. જીવનને અંગે વિચારીએ. બે સ્થાને મૈિયેસર્વથા ઊંચું કે સર્વથા નીચું. જેઓને સંપૂર્ણ ગુણે ઉત્પન્ન થએલા છે, આજથી અનંતા કાળ પહેલાં જેમને કેવળ થયું છે–વર્તમાનમાં થાય છે ને થશે, તે બધાનું સ્વરૂપ એકજ સરખું. કાળ આખા જગતને કેળિયે કરે છે. કાળ કેળો ન કરે તેવી ચીજ જ જગતમાં નથી. કાળ એવી ચીજ છે કે તે સર્વને ખાઈ જાય છે. કાળના મુખમાંથી કેઈ નીકળી શકતું નથી, આખા જગતને કાળ કેળિયે કરે છે. કાળને કેળિયે કરનાર કેઈ હોય તે તે સિદ્ધ પરમાત્મા, ગમે તેટલા અનતિ કાળ જાય તે પણ, અનંતા કાળચક્રો જાય તે પણ, તેમના ગુણમાં રજ માત્ર પણ અધિકન્યૂનપણું ન થાય. આપણી જિંદગીમાં ચાંદા ને સૂરજ જમ્યા ત્યારે જેવા હતા તેવા જ યુવાન કે વૃદ્ધાવસ્થામાં છે-એક જ સરખા ચંદ્રસૂર્ય એવા ને એવા જ. સિદ્ધો ઉપર કાળની અસર નથી. આપણુ જિદગીની અપેક્ષાએ સૂર્ય-ચંદ્રમાં ફરક નથી. તેમ જ્ઞાની કેવળજ્ઞાનીઓની અપેક્ષાએ સર્વકાળે કેવળજ્ઞાની સિદ્ધોનું સ્વરૂપ એક સરખું જ રહે. આપણી જિંદગીની અપેક્ષાએ કશે જ ફરક નહીં. તેવી રીતે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ ગમે તે ઉત્સર્વિમાં કે ઘણા બધા કાળે સરખું. તેની ઉપર કાળ અસર કરતે નથી ચંદ્રસૂર્યમાં પૂર્વ પશ્ચિમ મધ્યગામી તેવી અવસ્થા ફરે છે. તેમાં બિંબમાં ભલે ફરક ન હોય, પણ સંજોગમાં ફરક છે. સિદ્ધ પરમાત્માને અને અનંત કાળ જાય તે પણ સ્વરૂપ, ક્ષેત્ર કે કશામાં ફરક ન પડે. તેથી કાળની અસર સિદ્ધો ઉપર નથી. જેવી રીતે સિદ્ધ પરમાત્મા સ -