Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 384] દેશના કેરાનારાની બેઠક હોય તે વધતી વધતી મેરી થાય છે. શરાવલાંની પહેલા ચારે દિશાએ વધે છે તેમ આ લે છે. જેમ જેમ મળતું જાય તેમ ચારે બાજુ વધતું જ જાય. છેડે જ નહીં. જે પ્રમાણમાં સુખ જોઇએ તે પ્રમાણમાં સાધનરૂપ ધર્મ કરવા જોઈએ. ' તેમ સુખની અપેક્ષાએ વિચારીએ તે સુખને છેડે કર્યો? દેવતા તુષ્ટમાન થાય અને “જોઈએ તેટલું સુખ માંગ’ કહે તે શું માગે? “મારી કલ્પનામાં ન આવે તેવા હમેશ માટેના દુઃખ વગરના સુખ આપ.” એ જ ને? કહેવાનું તરવા એ કેઆ જીવ સુખ, દુઃખ વગરનું અને ખસે નહીં એવું માંગે છે! તે પણ કેવું ? મારી ઈચ્છા કરતાં અધિક! વિચારે સુખ આવું મેળવવું છે. અને તે માટેનાં સાધન કેવાં મેળવીએ છીએ? દુનિયામાં લોઢાને થાંભલે મજબૂત, તેનાં કરતાં પત્થર ને કમજોર, તેનાથી ઈંટને કમજોર પરંતુ ભૂખ માટીને થાંભલા હોય તે કેટલે વખત ટકે? જેને પડવા માટે પાણીની જરુર નહીં–શરદીની હવા લાગે એટલે ખરી પડે. ભુખ માટીથી માણસ મહેલ બનાવે, તે માટીના થાંભલા ઉપર મહેલ બનાવવા તૈયાર થનારાની અક્કલ કેટલી? તે પ્રમાણે આપણે હંમેશનું કલ્પિત સુખ માંગીએ છીએ, અને સાધના કરીએ છીએ ત્યારે ભુખરું માટીના થાંભલા. આખા જીવનમાં કંચન કામિની કુટુમ્બ અને કાયા” આ ચાર જ વસ્તુ ભેળી કરીએ છીએ. અંદરની અપેક્ષાએ આહારાદિ ચાર વસ્તુ ભેળી કરીને છીએ, આ આઠે સગાં ક્યાં સુધી? અહીંથી નીકળીએ નહીં ત્યાં સુધી. અંદરથી નીકળ્યા ત્યારે સગામાં કેશુ? અબજો રૂપિયા હોય, લાખે સ્ત્રીઓ હોય, યાદવે પેઠે કરડેનું કુટુંબ હોય,