Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ તેંતાલીસમી [229 ગુજરાતીમાં અમે ઉપદેશ આપીએ છીએ. મારવાડ, મેવાડમાં ભાષા પલટવી પડે. ગ્રંથની ભાષા અનિયમિત રહેવી જોઈએ, પરંતુ અર્ધમાગધી કોઈ દેશની ભાષા નથી. તે શાસ્ત્રો તે ભાષામાં કેમ રાખવા? કેટલીક વસ્તુઓ વક્તાની સૂચનાથી ગ્રહણ કરવાની હોય છે કેટલીક ઉત્પાદકના સામર્થ્યથી ગ્રહણ કરવાની હોય છે. ખાડામાં નહીં પડીશ ખાડે કેને કહે ? સૂચના માત્રથી સાવચેતી લેવાની હોય. તેમાં મૂળ ઉત્પાદકને ન જે પડે, પણ વિશ્વાસ દ્વારા પ્રવૃત્તિ કરવાની હોય ત્યાં પ્રામાણિક્તા તેના ઉત્પાદક પર. વક્તાની પ્રમાણિક્તાના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાવાળા છે. પ્રત્યક્ષ પદાર્થની પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવવાવાળા ધર્મ–અધમ–અરૂપી વસ્તુ, વક્તાનાં વાક્યના આધારે પ્રવૃત્તિ નિવૃત્તિ કરાવે છે. હિંસાથી અધર્મ થાય તેમ માનીએ તો હિંસાથી ખસી એ. અહિંસામાં ધર્મ થાય તેમ માનીએ તે અહિંસામાં પ્રવૃત્તિ કરીએ. વક્તાનાં વચનને રાખી મેલવું જોઈએ અર્ધમાગધીમાં શાસ્ત્રો છે ત્યાં સુધી તીર્થ કરકથિત કહેવાય. બીજી ભાષામાં લઈ જાએ તે તીર્થકરભાષિત નહિં કહેવાય. સૂત્રની ઉત્પત્તિ અર્ધમાગધીમાં છે. તેમના વર્તનકાળમાં તેઓ જગતની વ્યાવક ભાષામાં ઉપદેશ આપતા હતા. તે દ્વારાએ જ જગદગુરુ છે. પિતાના ઉપદેશના શ્રવણ માટે અયોગ્ય કેમે ગયા છે? ક્ષુદ્રના કાનમાં શબ્દ પડે તે તપેલું સીસું રેડી મારી નાખે ! શ્રુતિના શબ્દ, મુદ્દો સાંભળે તે મારી નાખે તેવાને જગદગુરુ શી રીતે બનાવી શકે? સર્વજાતિને ધર્મ સાંભળવાની-આદરવાની અને અધર્મને છેડવાની–તજવાની છૂટ. આખા જગતને હિત કરવાવાળે સ્વભાવ. આથી જગતની