Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ એક્તાલીસમી [389 ખરાબ થાય તેને વધારે ખરાબ ગણે છે. હજારે સારા કરતાં એક ખરાબ બહુ જ ખરાબ. એવી રીતે લક્ષ્મી આવે છે? માટે આવે કે ન આવે પણ હોય તેનું ન જાય; તેથી સિદ્ધાંત રાખે છે કે–પૂણ્ય એવું મળે કે આવેલું પાછું ન જાય આથી પુણ્ય એવું જોઈએ કે-જે ગુણાકર થઈ સુખરૂપે થાય. તળાઈમાં સુવાની ટેવ છે, પણ પૌષધની ટેવ નથી–સંથારે સુવાની ટેવ નથી તેવાને સંથારે સુવું પડે તે આખી રાત ઊંઘ ન આવે. કેમ? દુઃખ આપે છે. પરંતુ જે ટેવાયેલે નથી–ગાદીએ ટેવાયલે છે, તેવાને કઈ વખત ગાદી ન મળે તે ? શાક વગર ખાવાનું ન ભાવે તેવી ટેવ પાડી હોય ત્યારે જ ને? તમારી શાકની ટેવ પરિણામે પ્રસંગે અજીરણ કરાવનારી થઈ. જીસ સુખમેં ફિર દુખ વસે. ત્યાં આખું શરીર સુખદુ:ખરૂપે થાય. સુખને ગુણાકાર, દુઃખના ગુણકારરૂપે થાય; માટે અમને પુણ્ય એવું મળવું જોઈએ કે–મળેલું ખસે નહીં. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યવાળું સુખ જોઈએ. અમારે તે એવું પુણ્ય જોઈએ કે-ખસે જ નહીં. દુઃખ વગરનું “મિત્રાપાપની' સુખ જોઈએ. વાત સાચી. અહીંથી પણ તેવા રસ્તા છે. અને તે પુણ્ય ભેગવતા આગળ નવું પુણ્ય બંધાય. સાકરની માખ, મીઠાશ લે. ભય લાગે કે ઊડી જાય તેને મીઠાશ મરણરૂપ ન થાય. મધની માંખ ધમાં પડી મીઠાશ લે, પણ લેપાયાથી બહાર ન નીકળે. જેમ દેવલેકે ગએલા ચક્રવતી. અહીં સુખ ભોગવે, ત્યાગી થાય અને દુર્ગતિએ ન જાય. કેટલાક લેમ્પની માંખ જેવા હોય છે. જેમ વાસુદેવ સરખા ત્રણ ખંડ વશ કરે, પણ પરિણામે દુર્ગતિ કેમ? નવું પુણ્ય ન મેળવી શકે. કેટલાક પત્થરની