Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ બેંતાલીમી [395 તીર્થકરનામત્ર બાંધી શકે. હવે તીર્થકરનામકર્મ બાંધ્યું શી રીતે? તીર્થકરોનાં સમ્યકત્વ બે પ્રકારનાં નયસારના ભવમાં સમ્યફ પામ્યા, તે મહાવીરના ભવ સુધી ટકયું નથી. એક પ્રતિપાતિ ચાલી જાય તેવું અને એક વરબધિ, ઉત્તમબોધિ=આવ્યું કદિ જાય નહીં તેવું. તીર્થકરના જીવને પણ બંને પ્રકારના સમ્યક્ત્વ હેય તીર્થ કરનામકર્મ પડવાવાળું સમ્યકત્વ હોય ત્યારે નિકાચિત ન બંધાય નિકાચિત ત્યારે જ કરે કે–નહીં પડવાવાળું સમ્યકત્વ થાય તે તીર્થકરનામકર્મ ઓપશમિક સભ્યત્વ વખતે બાંધે, પણ નિકાચિત કયારે કરે ? સમ્યકત્વપણની અવસ્થામાં ઉત્તમ અથવા અપ્રતિપાતી એવું સમ્યક્ત્વ થાય, ત્યારે જ વિચારણા એવી થાય કે “જગતને ઉદ્ધાર કરું” જેના ચાગે તીર્થ કરવામગોત્ર ઉપાર્જન કરે, તે વરબોધિ સમ્યકત્વ ક્યારે ? તીર્થકર થવાવાળો જીવ છે, સમ્યક્ત્વ પામે છે, પરંતુ જે સમ્યક્ત્વથી તીર્થકરનામકર્મ બાંધે છે, તે વરાધિ કયારે? વરાધિ, એ કેવળ તીર્થકર. મહારાજ માટે જ કેમ ? એવું એ સમ્યક્ત્વ કેમ છે? દર્શનમેહનીની જે સાત પ્રકૃતિ છે, તે બીજા અને છે, તે જ તીર્થંકર મહારાજને સાત પ્રકૃતિ છે. ત્યારે તેને સમ્યક્ત્વને વરબધિ કેમ કહે છે?” તારે પ્રશ્ન વ્યાજબી છે. પરંતુ સાત પ્રકૃતિ તેડવી તે દરેકનું કાર્ય છે તે તેડ્યા વગર કોઈપણ સમ્યક્ત્વ પામતે નથી. જાગે ત્યારે આંખ ઊઘડે બધાની. જે વેપારવાળો હોય તેને આંખ ઉઘડવા સાથે જ વેપારને વિચાર. અભ્યાસીને અભ્યાસને વિચાર. પરંતુ લક્ષ્યમાં ફરક હોય છે તીર્થકરને