Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, સાડત્રીસમી [347 અને ગુરુ બે જ, આરંભ–પરિગ્રહ નિવારણ કરનારા. વિષયકષાય, આરંભ–પરિગ્રહ એ ચાર દુર્ગતિના રસ્તા. એ દુર્ગતિના રસ્તા નિવારવાનું કહેનાર કેશુ? તે કહેનારા જગતમાં નથી. જિનેશ્વર મહારાજને પણ તે કહેવાનું કહેવામાં વાર લાગી. તીર્થકરોએ પિતે એ નિવારીને સાધુપણ લીધા, છતાં તે બીજાને કહેવા ન બેઠા. કેવળજ્ઞાન થયા પછી તે કહ્યું. હજાર વરસ પછી કેવળજ્ઞાન થાય તે ત્યાં સુધી કેમ ન કહ્યું ? જે મનુષ્ય પ્રવર્તક હોય તેને અથથી તે ઇતિ સુધીની રજુઆત કરવી પડે છે ત્યારે તીર્થકરે એટલે ધર્મના પ્રવર્તક તેથી તેમને છેલ્લામાં છેલ્લું કેવળજ્ઞાનનું ફળ રજૂ કરવું પડે છે આ જગતમાં ક્યારે યથાર્થ કહેવાય? પિતે આરંભ-પરિગ્રહ છોડી કેવળજ્ઞાન મેળવ્યું હોય તે જ ઉપદેશ દઈ શકે. તેથી તીર્થકરે છદ્મસ્થપણામાં ઉપદેશ દેતા નથી. તેથી કારણ કાર્યને સાક્ષાત્કાર કરાવવા માટે કેવળપણમાં જ ઉપદેશ આપે છે. પ્રવર્તકને ઉપદેશ ફળ મેળવ્યા પછી ઉપદેશ દેવાને રહે છે. આપણે તીર્થકર મહારાજની પાછળ ચાલનારા અનુચરે, તેથી તેમનાં નામે કહી શકીએ. અનુચરે પિસ્ટમેનની તે કહી શકે. ટપાલમાં લાખ રુપીયાને ચેક આવ્યું. તે મેલનારનાં નામે જમે થાય. પિષ્ટમેનના નામે જમે ન થાય. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, તીર્થકર મહારાજના પિષ્ટમેને. આચાર્યાદિક, “જિનેશ્વર મહારાજે આમ કહેલ છે.” એમ કહી ઉપદેશ આપે. તેમનાં વચનના અનુવાદ તરીકે આચાર્યાદિક ઉપદેશ આપે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુનું કથન “જિનેશ્વર મહારાજ કહે છે કે એ પ્રકારે નીકળે. કહેવાનું તત્વ એ કે–વિષયાદિકમાં આ જવ રગદેળાએ