Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 340] દેશના દેશનાતે મેલી જવાની આઠ વસ્તુને માટે આખી જિંદગી ઉદ્યમ કર્યો. આખું મનુષ્ય જેવું કીંમતી જીવન વેડફી નાખ્યું. તે આઠ વસ્તુ માટે અધર્મ—અનીતિ-અન્યાયને પણ વિચાર ન કર્યો અને તે મેલવી પડે તેવી વસ્તુઓ મેળવી, પણ મેળવીને ન મેલવી પડે તેવી વસ્તુ કઈ? તે માટે જણાવ્યું– ભાઈ ! હંમેશની નિત્ય ચીજ આત્મા–જવ. તે જ હંમેશની ચીજ. સર્વકાળ ટકવાવાળી ચીજ. સર્વ ભવમાં સર્વદા રહેવાવાળી તે જ ચીજ, તે આત્માની ચીજ મેળવે તે મેલવી ન પડે. આત્મા સિવાયની ચીજ ભલે મેળવીએ પણ અંતે મેલવી જ પડે. તે માટે “સખ્યાન-આત્માને ન મેલવી પડે એવી ચીજ શુદ્ધ સમ્યગદર્શન.” એ ચીજ હંમેશાં રહે. દુનિયાની ચીજ રાખવા માગીએ તે પણ ન રહે. બળતું રડું કૃષ્ણર્પણ કરવા તૈયાર નથી. મનુષ્ય મરણ પામે. મેત કઈ માંગતું નથી. કંચનાદિ મને કે કમને છોડવાં જ પડે. એ રીતે બળતું રડું કૃષ્ણર્પણ કર્યું તેમાં શું? પણ આપણે તે છેલ્લી વખતે તેટલું પણ કરવા તૈયાર નથી. મારે તે તે વખતે પણ રહેવું છે, પછી જવું પડે છે, આપણે જવા નથી માગતા ! છતાં આ કાયા રૂપ બેરડું રહેતું નથી. કંચનાદિ ચાહે જેટલા રાખવા માગીએ તે પણ ન રહે. એક વખત સમ્યક્ત્વ આવી ગયું તે અધ પુદ્ગલમાં જરૂર બીજી વખત આવે. નિગોદમાં જાય તે પણ અર્ધપુદ્ગલમાં બહાર નીકળવાનું ચક્કસ. પંડિતને ને મૂખને સનેપાત થયા. સનેપાત વખતે બન્ને સરખાં પણ સનેપાત જાય પછી પંડિત તે પંડિત, ને મૂર્ખ તે મૂર્ખ. સમકિતી નિગદમાં જાય તે પણ ત્યાંથી બહાર