Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 32e સર્વસમૃદ્ધયાપક લક્ષ્મી હોય છે. અહીં પવિત્ર રત્નત્રયીના આધારભૂત મુનિરૂપ ઈન્દ્રને યાતા, ધ્યાન અને ધ્યેયની એકતાથી નિર્વિકલ્પ આનન્દરૂપ સમાધિ જ નન્દનવન છે. જેમ ઈન્દ્રને નન્દન વનની ક્રીડા સુખનું કારણ છે, તેમ સાધુને સમાધિની કીડા સુખનું કારણ છે. તેમાં ઈન્દ્રની નન્દનવનની કીડા પાધિક સુખરૂપ છે અને મુનિની સમાધિની કીડા આત્મિક સુખરૂપ છે–એમ બનેમાં મોટે ભેદ છે, તે અધ્યાત્મભાવનાથી જાણવા ગ્ય છે. ઔદયિક ભાવથી ભ નહિ પામવાથી વીર્યની સ્થિરતારૂપ મુનિનું ધેય તે જ વજ છે. ઈષ્ટ અને અનિષ્ટ સંયોગમાં સમભાવ રાગ-દ્વેષરહિતપણું એ સમતા છે. કાંકરા અને ચિન્તામણિરૂપે પરિણમેલા બધા ય પુદુગલે છે, તેમજ ભક્તપણે અને અભક્ત પણે પરિણામ પામેલા જીવે છે. તે બધા મારા નથી, મારાથી ભિન્ન છે, તેમાં રાગ-દ્વેષની પરિણતિ શી કરવી? એવા વિચારથી સમપરિણતિરૂપ સમતા તે જ ઈન્દ્રાણી છે. સ્વ-પર ભાવનું યથાર્થ અવધરૂપ જ્ઞાન તે જ મહા વિમાન છે. ઈત્યાદિ પરિવારયુક્ત મુનિ ઈન્દ્રના જેવા છે. યેગશાસ્ત્રમાં કહ્યું છે કે "पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् / यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते / / श्रयते सुवर्णभावं सिद्धिरसस्पर्शतो यथा लोहम् / आत्मध्यानादात्मा परमात्मत्वं तथाऽऽप्नोति" // યો10 g0 22 0 22-12 જે જ્ઞાનવાળા પુરુષને યત્ન સિવાય પ્રાપ્ત થવા યોગ્ય અવિનાશી પદ–પરમાત્મસ્વરૂપ તે ખરેખર આત્માને વિષે