Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ f149 સંગ્રહ, સત્તરમી નિવૃત્તિના પ્રયત્ન ચાલે ત્યાં સુધી મેક્ષ મળ તે બંધ છે, પણ તેને ઝપે પણ બંધ છે. દશા પલટે ત્યારે ઝાંપે ખુલે છે. સાધુઓ આહાર શરીર ઈન્દ્રિયો વિગેરે શા માટે ધારણ કરે છે? આહાર પણ શાના માટે આહાર પણ ધર્મ માટે, શરીર પણ ધર્મ માટે. ધર્મને માટે ઈન્દ્રિય, પણ ઇન્દ્રિય માટે ધર્મ નહીં. શ્વાસ રૂંધ તે ધર્મ માટે પણ શ્વાસ માટે ધર્મ નહીં. તેમ અનુકૂળ વિષ છોડવા, પ્રતિકૂળ વિષયમાં પ્રવર્તવું, તે હેય તે જ મોક્ષમાર્ગને ઝપે ખુલ્ફો થાય. બંગલા આગળ કંપાઉન્ડ બે છે તેમાં આગળને ઝાંપે ક્યારે ખુલે? ક્તવ્યતામાં આટલો ફરક પડે. પહેલી ક્તવ્યતા કઈ હતી? આહાર, શરીર, ઇન્દ્રિયે આ બધું કર્તવ્ય હતું. એ ક્તવ્ય પલટી જાય અને કર્તવ્ય ધર્મમાં થાય. આહારદિક ધર્મ માટે કરું, ઈષ્ટ વિષયે મેળવે તે પણ ધર્મ માટે. આહારદિક ધર્મ માટે જ મેળવું, ઇષ્ટ વિષયની પ્રાપ્તિ અનિષ્ટ વિષને પરિહાર તે પણ ધર્મ માટે આ પરિણતિ થાય તે માર્ગને ઝપ ખુલે. મેક્ષ માર્ગને હજુ વાર છે. ધર્મની પરમ ક્તવ્યતા થાય. આહાર તે કરે કે જે ધર્મને બાધક ન થાય. ચાવત્ શ્વાસશ્વાસ એવી રીતે ન પ્રવર્તાવું કે જે ધર્મને બાધક હોય. શાસ્ત્રકારોએ ગોચરી લઈ આવતાં, આવતાં એક વસ્તુ કહી. “મુર તા ' સાધુ દેહનું ધારણ જરૂર કરે છે. બીજાએ દેહનું ધારણ રક્ષણ, પોષણ કરે છે, તેમ સાધુઓ પણ ધારણ રક્ષણ પિષણ કરે છે, તેમાં ફરક નથી. ઈતર જી ખેરાક દ્વારા, શરીરનું ધારણ પોષણ રક્ષણ કરી રહ્યા છે. તેમ સાધુએ પણ કરી રહ્યા છે. સાધુના દેહનું ધારણ છે એ ચોક્કસ, પરંતુ