Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ ર૭૦] દેશના " દેશના સમ્યક્ત્વ માનેલાં છે. દીપકથી હજારે રકમ લખાય. પણ દવે એક પણ રકમ ન લખે. તેવી રીતે જે શાસનની ખબ રદારીને લીધે શાસનમાં એક પદાર્થ અવળે કહેનાર નીકળે તે શાસન તેને સંઘરવા તૈયાર નથી. એક અપેક્ષાએ જમાલી, મહાવીર મહારાજા કરતાં વધેલા. મહાવીરે એકલાએ દીક્ષા લીધી જ્યારે જમાલીએ પ૦૦ રાજકુંવર સાથે દીક્ષા લીધી. ભગવાને એકલાએ લીધી, જ્યારે જમાલીએ સ્ત્રી સાથે અને તે સ્ત્રીએ પણ હજાર કુંવરી સાથે દીક્ષા લીધી છેએ કેટલા પ્રભાવવાળો પુરુષ હૈય? એની એક જ વાસના હતી કેuળ માં થી” આટલું છતાં એક "T ન માન્યું તે માન્યું, તેટલામાં જ આ શાસને ખંખેરી ફેંકી દીધે! 500 સાથે દીક્ષિત થનારા, 1000 સ્ત્રીઓને લઈને નીકળેલ સ્ત્રી સહિત દીક્ષા લેનારા! તે જમાલીને અને તેની તે સ્ત્રીને બન્નેને ફેંકી દીધા. આટલી શાસનની ખબરદારી હવાથી અવળે પદાર્થ કહેનાર અહીં નભતો નથી અભવ્ય જીવ સાધુપણું પામેલે, છતાં શ્રદ્ધા ન હોય છતાં તેને પ્રરૂપણા તે શાસનના આધારે જ કરવી પડે. શાસનવિરુદ્ધ પ્રરૂપણાને આ શાસન, લગીર પણ સહન ન કરે. અભવ્ય અને મિથ્યાષ્ટિને શ્રદ્ધા ન હોય, છતાં જૈન શાસનમાં કહેલાં જ પદાર્થો પ્રરૂપણા વડે તે સંઘમાં કહે. તેથી અભવ્ય, પદાર્થોનું નિરૂપણ કર્યું કરે ? શાસ્ત્રોમાં કહેલા પદાર્થો નિરૂપણ કરે. તે વખતે બીજા જીને બેધ થાય, માટે તેને સમજાવનારને દીપક સમ્યકૃત્વ કહ્યું. મશાલીને પિતાને અંધારું. જેઓને જીવાદિક પદાર્થોની રુચિ થાય તેને સમક્તિ. વકીલને ધંધે આપણે વધારે કરીએ છીએ, હજારેના