Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 274] દેશના થાય. અંતરાત્મા થયા સિવાય પરમાત્મા થાય તે બને નહીં, માટે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે-પ્રથમ આત્માનું સ્વરૂપ ધ્યાનમાં લે. “હું” એટલે કેશુ? તેને કીસ્સો ઉકેલ. કયારે ઉકલે? દરેક આસ્તિક દર્શનકારે આત્મા માન્યું છે, પણ સાચું આત્મસ્વરૂપ જાણ વામાં અને માનવામાં ન આવે ત્યાં સુધી આગળ ન વધી શકે માટે આત્મા ચીજ શી ? તે સમજવાની પ્રથમ જરૂર છે. એક વાત જગતની ધ્યાનમાં લે. કાર્ય સાધનાર કેણ બને? તેમાં ત્રણ વસ્તુ પડવી પડે છે. કાર્યની સિદ્ધિ માટે દૃઢ નિશ્ચય, રાપર ”=કાર્ય સાધવું છે, તેમાં શંકાને સ્થાન ન દેવું. એ નિશ્ચય રાખે તે જ કાર્ય સિદ્ધ કરે છે. કાર્ય સિદ્ધ ન થાય તે " યામિ' એમ નહીં કાર્ય સાધવું છે, એમ ખે. ધર્મ—દાન-શીલ-તપ-ભાવ કરવાં છે, પણ અડચણ ન આવે તે. એ વિચારવાળાને તે સગવડીયામાં ધર્મ ન બની શકે. નિશ્ચયના પંથે જાય તે જ કાર્ય સાધી શકે. કાર્યનાં સાધને ન મેળવે, તે કાર્ય સાધી ન શકે. કાર્યનાં સાધન જાણીને તેને સંગ્રહ કરે, તે તેટલે જ જરુરી છે દીવાસળી, રૂ, કેડીયું, દિવેલ વગેરે પાસે જ છે, પણ દીવાસળી ઘસીને દી ન કરે તે અજવાળું કયાંથી થાય? તેવી રીતે સાધને મેળવનાર રચનામાં ન આવે તે કાર્યસિદ્ધિ ન કરી શકે. કાર્ય કરવાનો નિશ્ચય, પછી સાધન મેળવવાં, પછી કાર્યની રચના તે જ દર્શન, જ્ઞાન ને ચાસ્ત્રિોમાં મેળવે તે નિશ્ચય તે સમ્યકત્વ, આ સમક્તિ પ્રાચીનકાળમાં સમક્તિનાં વચને એ જ રૂપે જાહેર હતાં કે અમvમલેડનો જ્ઞાનદર્શનચારિત્રનાં જે સાધને તે જ અર્થ પરમાર્થ તે