Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 314] દેશના દેશના“યાના અરાને મસાણ સુધી આવ્યા, પછી દૂર જઈ બેઠા છે. કેમ? ધન, બાયડી, કુટુમ્બ એ સુખદુઃખની ભાગી દારીવાળા એ ત્રણ ન હતાં. જેના સુખ દુઃખે આત્મા સુખી દુ:ખી, એવી ભાગીદારીવાળું કેઈ હોય તે માત્ર શરીર. શરીર સાથે સુખ દુઃખની ભાગીદારી. આથી “વિતા' કાયાએ વિચાર કર્યો કે હવે શું કરવું? નિરાધારપણમાં ધણીની પાછળ સ્ત્રી સતી થાય, એમ હવે શા માટે શરીર ધારણ કરવું? એમ વિચારી તેણે અગ્નિમાં ઝંપલાવ્યું. હવે એ રીતે કાયા ચિતામાં બળી જાય, પણ આતમરામનું શું? એ તે રહ્યો એટલે હવે એને કોણ આધાર ? આખી જિંદગી જેને પકડયાં હતાં, વધાર્યા હતા તે તે બધા આ દશામાં આવ્યા. આતમરામ જાણે છે કે-નિકાશના પ્રતિબંધવાળા એ કંચનાદિ ચાર, જન્માંતરમાં સાથે ન લઈ જઈ શકાય. આવાં તે ચારને જિંદગી સુધી મેળવ્યાના સરવાળામાં શું આવે? આખા જનમનું સરવૈયું કાઢીએ તે સરવાળામાં શું નીકળે? માટે શાસ્ત્રકાર કહે છે કે “હે ભ! તમે સરવાળે શૂન્યની દુકાન કાઢી છે, તે કરતાં આગળ કામ લાગે તેવી ચીજ ભેગી કરે.” નિકાશને પ્રતિબંધ ન હોય તેવી ચીજ માત્ર ધર્મ. ધર્મ, એ એક ભવથી બીજે ભવ સાથે આવવાવાળી ચીજ. જોડે ને જોડે આવવાવાળી એવી ચીજ હેય તે માત્ર ધર્મ છે. એક વાત લક્ષમાં લે. આપણું જીવનઈન્દ્રિયે-જન્મ, ધનથી મળવાવાળા નથી. ધન-સ્ત્રી–કુટુ અને કાયાના જોરે જીવન નથી મળતું. કેવળ ધર્મના=પૂણ્યના જે રે જ જીવન મળે છે. ધર્મ–પૂણય તૂટે તે જીવન તૂટે. મનુષ્ય જીવન જેવી ચીજ, પંચેન્દ્રિયપણું તે બધું ધર્મના