Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ તેત્રીસમી [313 મહારાજ કહે છે કે “જે આવી ખબર હેત તે હું આ પ્રગ કરતે નહીં. હવે શું કરવું? મેં તે એ ભરેસે આ મંત્રના જાપ જપવા શરૂ કર્યા હતા કે એને બચાવવા સારુ તમે મરવા માટે પડાપડી કરશે. પણ જુઓ છે ને ? તમે બાળવા માટે પડાપડી કરે તેમ છે કે મરવા માટે? મારે તે એને બચાવીને જીવતે રાખવાનું હતું, પણ હવે શું થાય? આ મંત્ર એ છે કે–એના જાપ કર્યા એટલે ગમે તે કઈ એકને તે એ પ્યાલો પીઈને મરવું જ પડશે.” એમ કહી પાણી અર્ધ કર્યું–હવે મારે પોતે જ મરવું પડશે.” આ સાંભળીને પેલા બધા કુટુંબીઓ કહેવા લાગ્યા–“અહા... હા મહારાજ ! આપ પોપકારી છે, જગતના ઉપકાર માટે શરીર ધારણ કરનારા, આપ અમારા આધારસ્તંભ, મરીને અમને જીવાડો તેમાં નવાઈ શી?” પેલા શેઠને સાધુએ પૂરે પૂરું દેખાડવું હતું. સાધુએ કહ્યું-“મારે તે આવી પડ્યું, હવે શું કરવું? પણ હું કહું છું કે-એ ખ્યાલ પીતી વખતે તેના ઓડકારને ગંધ પણ જે તમારી ઉપર પડશે, તે છે મહીના પછી તમે પણ એ દશામાં આવશે.” આ સાંભળીને શેઠ પાસેથી કુટુંબીઓ બધા અંદર ચાલી ગયા ! એટલે સાધુએ શેઠને કહ્યું–ઊઠે. શેઠ સાજા બની બહાર નીકળીને સરત પ્રમાણે દીક્ષા લેવા જાય છે, એટલે બાયડી આવી: ક્યાં જાય છે? એમ વારાફરતી બધા આવ્યા. સાજા થયા એટલે સમા થવા સહુ આવ્યા. પણ શેઠ સમજી ગયા અને દીક્ષા લઈ છેવટની જિંદગી સુધારી. - નિકાશના પ્રતિબંધ વગરની ચીજ કઈ? જે કુટુમ્બ માટે જીવન ગુજારીએ છીએ, તે કુટુમ્બીજને