Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, તેત્રીસમી [319 વિચાર કરે છે “રાબ અને ઉપકાર કર્યો છે. ઉપકાર ખાઈ જ તે તે જાનવર.મણ ન કરે. કૂતરે જેને રેટલે ખાય તેને કરડતું નથી. પગથી ઘસડે તે પણ તેને કરડતું નથી. કૂતરું પણું ઉપકારને સમજે છે, તે હું તે મનુષ્યજાત, ઉપકાર ન સમજું તે પશુથી ગયે, માટે હું ગરીબ માણસ રાજને શી રીતે બદલે વાળું ? જે રાજા રાજગાદીથી ભ્રષ્ટ થઈ જાય, દરિદ્ધી થઈ જાય તે બદલે વળે તેમ છે માટે રાજા દરિદ્ર થઈ જાય તે ઠીક થાય, ને હું રાજાને બચાવી લઉં. જે આમ થાય તે હું મારે ઉપકાર વાળી દઉં.” ઉપકારને બદલે વાળવાની બુદ્ધિ જેઈ ! રાજા ગાદીથી છૂટે થાય—મૂર્ખતાને લીધે અપકારમાં ધકેલવાની બુદ્ધિ થઈ! તેવી રીતે અહીં બારીક બુદ્ધિએ ધર્મ જોવામાં ન આવે તે ધર્મબુદ્ધિ છતાં ધર્મને નાશ થાય. આટલા માટે હરિભદ્રસૂરિજી કહે છે કે—ધર્મ, આર્યોનું જીવન છે. પણ ધર્મને સૂફમબુદ્ધિ ળિખવાની–તપાસવાની પરીક્ષા કરવાની દરેક આર્યોની ફરજ છે. ધર્મને કાંઈ ચાખી એ છે જ એવાય છે? અધ્યાથી ચાખ્યાથી સ્થાથી રૂમ શબ્દથી ધર્મની પરીક્ષા થવાની નથી. દુનિયામાં બુદ્ધિની પરીક્ષા શાથી કરાય છે? રૂપાદિથી તેની પરીક્ષા થતી નથી, પણ વિચાર–અક્કલ-વિવેકથી બુદ્ધિની પરીક્ષા થાય છે, તેમ ધર્મની ઇન્દ્રિયથી પરીક્ષા ન થાય. તે ધર્મ છતાં અક્કલથી સૂમ–આરીક બુદ્ધિથી તેની પરીક્ષા થાય છે. હવે કેવી રીતે ધર્મની પરીક્ષા થાય, તે અગ્રે–