Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના - - - - 276] દેશના છે? હું એ વસ્તુ કયા ભવમાં-ગતિ-જાતિમાં ન હતી? “હું” સુખી દુઃખી, સારે કે ખરાબ તે વ્યવહાર દરેક ગતિવાળાએ રાખેલે છે. પણ હું એટલે કેણ? તેનો વિચાર ક્યારે કર્યો? એક પણ તે ભવ, ગતિ, જાતિ નથી જેમાં “હું” ન હેય. “હું” સુખી-દુઃખી, દરેક ભવમાં રહેલું છે. પણ “હું” એટલે કેણ? તે તુંબડીમાં કાંકરા. હું ને ખુલાસે અનંતા ભવ રખડ્યો તે પણ હજુ મેળવ્યો નથી. “હું ને ખુલાસે નહીં મેળવનાર આત્મા, સંસારરૂપી સમુદ્રને તરી શક્તા નથી. આસ્તિક મત વિચારીએ ત્યારે એક પગથિયું ચડવાનું મળે. ચાહે તૈયાયિક, વૈશેષિક હોય. હું” એટલે આત્મા, એમ તેઓ દરેકને “હું” શબ્દને અર્થ મળે, પણ પદાર્થ ક્યાં છે? હીરે... હિરે, એમ કરે પિકારે છે. પણ હવે શું છે, એમ સમજે ત્યારે ને? ચળ કાટવાળ હોય, કીંમતી હોય તેમ સમજે, પણ પદાર્થ કર્યા છે? બચપણમાં હીરે... હિરે શબ્દ પિકારતે હતે. આગળ વળે ત્યારે હીરાનું સ્વરૂપ જાણ્યું. તેમાં દરેક જીવ, અનાદિકાળથી હું. હું એમ પોકારતે રહ્યો છે, પણ “હું” એટલે કેણ સમયે ન હતું. હવે આસ્તિકમાં આવ્યું ત્યારે હું એટલે જીવ–આત્મા પણ જીવ કે? એમ પૂછીએ તે કહે કે–તે જાણીને શું કામ છે? જીવનું સ્વરૂપ જાણવાથી તે તેના અસંખ્યાત પ્રદેશમાંથી વધવાનો કે ઘટવાને નથી–તેનાં કેવળજ્ઞાન સ્વરૂપમાં વધવા ઘટવાનું નથી. જેના જાણવાથી કે ન જાણજથી પદાર્થમાં ન્યૂનતા અધિકતા થવાની નથી તેને જાણવાની કડાકૂટ શા માટે કરવી ? - આત્માની ગુલામી, આત્માના સ્વરૂપને આત્મા જાણે તેથી શું?ન જાણે તેથી શું?