Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 148] દેશનાનીકળી ગયે. એ રીતે ત્યાં ઔદારિક શરીર વળગ્યું એટલે શરીરમાં જે તત્વ છે–તત્વ પુદગલે છે, તેનું ઈન્દ્રિયપણે પરિણમન થયું, પછી શ્વાસોશ્વાસ. આમ હમેશાં જીવ કર્તવ્ય પરાયણ રહ્યો છે. કેઈ ભવમાં આહાર, શરીર, ઇન્દ્રિયે નથી કર્યા તેમ નથી. બાહ્ય કર્તવ્યમાં પણ જીવ હંમેશાં તત્પર રહ્યો છે. ઈજિયેના વિષયે સ્પર્શાદિ યાવત્ સુખદુઃખને અને જીવ કર્તવ્યપરાયણ થાય છે. અહીં સુધી માર્ગ બંધ છે. આહારદિકને અંગે જીવને કર્તવ્યતાનું ભાન હે. વિષયને અંગે ક્ત વ્યતાનું ભાન રહેતાં સુધી મેક્ષને માર્ગ બંધ. સુખદુ:ખનાં સાધનામાં પ્રાપ્તિ હાનિ ક્તવ્યતા રહે ત્યાં સુધી મોક્ષને માર્ગ બંધ રહે. મારગને ઝપ ક્યારે બુલે? મેલ તે દર છે, પણ તેને ઝાંપ ક્યારે ખુલે? આહારદિક, વિષયાદિકમાંથી ખસી જ્યારે ધર્મ તરફ આવે. “ધર્મ માટે આહારાદિકને ત્યાગ કરે પડે તે પણ મારે કબૂલ. ધર્મ માટે ઈષ્ટ વિષયે ચાલ્યા જાય તે પણ તેની મારે દરકાર નહીં” એમ થાય ત્યારે અનાદિની તે ર્તવ્યતા ફરી જાય. આહારાદિક શા માટે કરવાના? તેમાં અનાદિકાળથી જીવે તંત્રતા માની હતી. આહારમાં, શરીરમાં, ઈન્દ્રિયમાં અને શ્વાસોશ્વાસમાં જીવે ક્તવ્યતા માની હતી. ઈષ્ટ સ્પર્શેદિક મેળવવા અનિષ્ટ સ્પર્શાદિક છેડવા, આ ર્તવ્યતાબુદ્ધિ, અનાદિથી સર્વ જીમાં ચાલુ હતી. તેને અંગે આ જીવ પ્રવૃત્તિવાળ જ હતે. ચાહે જેવો જુવાન બહાદુર મનુષ્ય હેય પણ થેલીમાં પૈસા ન હોય ત્યારે શાને વેપાર કરે? વક્રગતિમાં ઉપાય નથી; બાકી એ સમય નથી જેમાં જીવે આહારદિક માટે પ્રવૃત્તિ ન કરી હોય ! ઈષ્ટ વિષય માટે અને અનિષ્ટ વિષયથી ખસવા માટે પ્રવૃત્તિ ન કરી હોય, તેવા એક સમય નથી. આ પ્રવૃત્તિને