Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, એકવીસમી [197 જે વ્યવહારરાશીમાં આવ્યાને અનંતે કાળ થયું છે તેવાને માટે “અનંતા ચારિત્ર કર્યાની પ્રરૂપણ છે. તમારી વાત સીધા ભાવચરિત્રની છે અને તમે તે ભાવચારિત્ર સાથે અનંતા દ્રવ્યચરિત્ર જેડ્યા છે, માટે જ શાસ્ત્રકારે સમાધાન નથી આપ્યું. સમાધાન કર્યું આપ્યું ? જેમ સ્ત્રી તીર્થકર થાય તે અનંતી ઉત્સર્પિણીએ થાય તે આશ્ચર્યરૂપ, તેવી રીતે મરુદેવા માતાનું ભાવસ્થાત્રિ એક આશ્ચર્ય. મરુદેવા માતા અનંતી વખતે દ્રવ્યચારિત્ર પામ્યા વગર ભાવચરિત્ર પામ્યા તે આશ્ચર્થરૂપ છે. એટલે આપણું માટે આપણે માનવું જ રહ્યું કે–ભાવચારિત્ર પ્રાપ્ત કરવા માટે અનંત દ્રવ્યચારિત્રને અનંત કાળ જોઈએ છે. આ વસ્તુ શાસ્ત્રકારના મુખેથી સાંભળી “શિષ્યની એ સ્થિતિ થઈ તે પછી મારું શું? હુ હજુ અનંતામાં કે ટૂંકી ગણતરીમાં ખરે?” એમ શ્રાવકને થાય. દ્રવ્ય ચરિત્ર આવી પણ જાય-ટૂંકા શબ્દમાં કહીએ કે ચારિત્ર મળી પણ જાય, છતાં અનંતી વખત કરવા પડે. ભાવચારિત્ર મળે તે અમારે ઘરે આઠ જ ભવ કરવા પડે. ભાવચાત્રિના આઠ ભાવથી મેલ થઈ જ જાય. ભાવચારિત્ર આવ્યા પછી 8 ભવમાં જ મોક્ષ. સૂર્યાભદેવ, અવધિજ્ઞાની સરખાને પોતાનામાં રહેલા સમકિત ગુણના નિશ્ચયનું સ્થાન નથી, તેથી સૂર્યાભ સરખા દેવને પ્રશ્ન કરે પડે છે કે હે ભગવાન! હું સમક્તિી કે મિથ્યાત્વી ? રીયાનું દૂધ આંખનું ઔષધ બન્યું ! ભલે વિદને પૂછયું કે–મારી આંખ દુ:ખે છે. વૈદ્ય કહ્યું કેથેરીયાનું દૂધ લાવી લગાડી દે. બિચારે તેવું દૂધ લગાડયું. આંખ મટી