Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સિંહ ઓગણત્રીસમી [265 કરી 1. 2. 3. 4. 5. કેથળીઓ ઉપાડી. ભાર લાગે. દાંતે ચાલવા માંડી. દાંત ખાખરા થવા લાગ્યા. નાકે દીધી. ગંધ ન આવી તે રૂપીયાથી શું સુખ થયું? તે સુખ શામાં? શરીરે ખૂચે છે, ગંધ આવતી નથી, તે તે પૈસા બાહ્ય સુખનાં સાધન તરીકે છે. પૈસામાં સુખને ઉપચાર કર્યો. “હું” દષ્ટિ કયાંથી આવી? મહાધીન આત્મા સ્વરૂપને જાણતા નથી. ચાર બહારની વસ્તુ મેળવે. કંચન, કામિની, કુટુમ્બ અને કાયા એ બહારની 8 વસ્તુ, આહાર, શરીર, ઈન્દ્રિય અને તેના વિષયે તે અંદરની ચાર વસ્તુ. આ જવ, તે આઠ વસ્તુ મેળવવા માટે મહેનત કરે ને તેમાં હું માનીને ભવ પૂરે કરે. પણ આત્માને અંગે “હું”પણું આવવું જોઈએ તે આવતું નથી. જેવી રીતે મુસાફરને ધર્મશાળા સાથે સંબંધ નથી, તેમ આ ભવમાં વિસામે કર્યો છે. આગળ જવાનું છે મુસાફર ધર્મશાળા લઈ જઈ શક્તા નથી. આ આત્માને પણ અહીંથી કશું લઈ જવાને હક નથી. આઠ ચીજો નિકાશના પ્રતિબંધવાળી છે. એકમાંથી અંશને પણ નિકાશ થઈ શકતું નથી. કંચન-કામિની-કુટુમ્બ અને કયા કે તેના અંશને પણ નિકાશ થતું નથી. જેમાં આપણે મુંઝાયા છીએ. અત્યંતર વસ્તુ માટે વિચારીએ તે કેઈ ધર્માદા તરીકે પણ ન લે. - શરતી પ્લેટ, એક શહેર હતું તેમાં વસાવવા માટે જમીનના પ્લેટ પાડયા. જાહેર કર્યું કે–પટ્ટે આપવાના છે. નીચેની શરતે પલેટે આપવાના છે. અમે કહીએ તે પ્રમાણે અમારા નકશા પ્રમાણે મકાન બાંધવું. તે મકાનમાં દર વર્ષે આટલે વધારે કરવાને, ને જૂનાનું રક્ષણ કરવું. તેમાં ખામી રાખે તે