Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, છવીસમી [247 ચોવીસ કલાક માયાજાળમાં પલટાએલાને માટે અહીં આવે ત્યારે પણ એ જ વાત ! પછી ધર્મનું સ્થાન કયું ? સાધુ પણ તને બાયડી, છેકરા મળશે તેમ કરવા જાય તે, સંસારમાં એ માટે જ ચાવીશ કલાક તપતા હતા, તેમ અહીં પણ એ માટે જ તપવાનું થયું ! પછી કષાયાગ્નિથી શાંત થવાનું સ્થાન કયાં? અને તે ક્યારે બને? ધર્મસ્થાન અને સામાયિકમાં ચિત્ત લગાડો તે જ. તે જ તમને શાંતિ વળે. ત્યારે જ જિનેશ્વરને દેવ માની શકે કે ધર્મગુરુને અને ધર્મને ત્યાગમય માની શકે. કહે જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા તે કોને પાલવે? જેમને મોક્ષમાર્ગ જોઈત હેય-આત્માને શાંત કર હોય, તેને જ જિનેશ્વર ભગવાનને દેવ તરીકે માનવા પાલવે. બીજા મતવાળાને એ ઈષ્ટ નથી, કે હું ભગવાનને લાંચીયા, ડંખીલા માનું. માત્ર વ્યક્તિ લાંચરૂપ થાય છે. જે દેવને રાગી માને તેને જેમ ડંખીલા લાંચીયા માનવા તૈયાર નથી, તેમ તેઓ માનેલા ભગવાનનું ત્યાગનું સ્વરૂપ કહેવા પણ તૈયાર નથી. “રંજન કાય?” પરિગ્રહથી કામબુદ્ધિ થાય, પછી ક્રોધ થાય કૃષ્ણ મહારાજે કેટલી વખત સંગ છેડશે?ત્યાગીનાં લક્ષણ-“શ ને મુમુ: છે ને? તેઓને પૂછો કે “મહાદેવ તેમ ક્યારે રહ્યા ? કૃષ્ણજી રાધાથી છૂટા કયારે રહ્યા ?" બચાવમાં લીલાને આગળ કરે. એટલે શું કર્યું ? લીલાના પડદા પાછળ આખા જગતને ડુબાડવાનું. કુળના બાળકના નામે જગતને ડુબાડી દેવામાં આવ્યું. એક જિને. શ્વર દેવ જ લીલાના પડદા ફાડીને ફેંકી દે છે તેઓએ ત્યાગ ધર્મ કહો, તેમ ત્યાગમાં રહ્યા છે. કહેણી રહેણ સરખી કરી હોય તે માત્ર જિનેશ્વરે. જિનેશ્વર સિવાય બીજા દેવ કહેણી