Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ. બાવીસમી [213 એક વચન ન માનવાથી સંઘ બહાર કર્યો. પ્રભુ મહાવીરે દીક્ષા લીધી ત્યારે સાથે કેઈ નહીં અને જમાલીએ દીક્ષા લીધી ત્યારે તેની સાથે દીક્ષા લેનાર 500 તે રાજકુવર! જમાલીએ દીક્ષામાં કુટુમ્બને જોડે લીધું. તેની પત્નીએ 1000 સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી ! જેની સ્ત્રી (પ્રભુની પુત્રી) પતિના પક્ષ તરફ છે. પિતા(મહાવીર)ને ખસેડીને પતિના પક્ષમાં રહે છે ! તેવા તે જમાલિને ભાણેજ ગણે કે જમાઈ ગણે, તેવાને પણ એક વચન ન માન્યું એટલે સંઘની બહાર કરવામાં સંકોચ ન રાખે. આ બારીક દષ્ટિનું વચન ન માન્યું, તો તેવા જમાલિ સરખાને પણ શાસન બહાર કાઢયો ! આટલું બધું સંઘ અને શાસનનું નિશ્ચલપણું હેવાથી અભવીને પણ પ્રરૂપણ તે મેલ ને તેના સાચા માર્ગની જ કરવી પડે. શાસનથી વિરુદ્ધ અભવ્ય પણ ન બોલે, માટે જ તેઓને મોક્ષની માન્યતા નહિ હોવા છતાં સંવર–નિર્જરાને મેક્ષના કારણભૂત કહેવાં પડતાં. સાંભળનારાને માર્ગનું ભાન થાય તેના કારણભૂત અભવ્ય કે મિથ્યાત્વનું વચન તે દીપક સમ્યકત્વ. પ્રભુનું વચન પિતે માનનારે થાય તે રેચક સમ્યફત્વ. વાતેના વડાં કરવાનાં, તાવડી મેલવાની નથી. વડાંની વાતે કરવામાં તેલ કેટલું જોઈએ? તેવી રીતે રુચિવાળું સમ્યકત્વ, તે ક્રિયામાં કંઈ પણ નહીં. કારણ સમ્યકત્વ શ્રદ્ધા, પ્રમાણે જ ક્રિયા કરવાને તૈયાર થાય. સંવર–નિર્જરાનાં જેટલાં કારણે જાણે તેટલાં આ કરે. બંધ આશ્રવને છડે. આમ કારક સમ્યક્ત્વી, બંધ-આશ્રવસંવર-નિર્જરાને છોડવા અને આદ રવાવાની ક્રિયાની રુચિવાળે અને કરવાવાળો હેય. આમ સમ્યક્ત્વ ત્રણ પ્રકારનું. તેને અંગે શાસ્ત્રકાર કહે છે કે-કારક