Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સહ. અઢારમી [169 તે જ ચડે. ચોખા ચડવાનું સ્થિરતા વગર ન થાય, તે તમારે આશ્રવ બંધને હરામખોર તરીકે સાંભળતી વખતે ખરાબ માન્યા, પણ પછી ? બીજી વખત સાંભળ્યા તો વળી ધ્યાન પર આવ્યું કે આશ્રવ બંધ હેરાન કરનાર છે. આમ વાત ગઈ વાત આવી તેમાં કંઈ ન વળે. આશ્રવ અને બંધને અંગે હરામખેરી સમજ્યા છે, તે મગજમાંથી ખસવી ન જોઈએ. ખાવા-પીવા, હરવા–ફરવા ચાહે તેમાં છે, પણ તે વાતે મગજમાંથી ખસવી ન જોઈએ. તમને દુનિયામાં કઈ બનાવી ગયું હોય પછી તે બાબતને નિકાલ પણ થઈ ગયે હેય ચેખવટ પણ થઈ હોય, છતાં કીને મગજમાંથી જ નથી, તેમ બંધ આશ્રવની કીનારી મગજમાંથી ન ખસે ત્યાં સુધી સંવર નિર્જરા મારે ઉદ્ધાર કરનાર-હિત કરનાર એમ મગજમાં આવે નહિ. એ વસ્તુ મગજમાં આવે ત્યારે સમતિ થયું સમજવું. બુધવારીયામાં જતાં જતાં કેઈકે તેના તમામ દાવા પિતાના આતે કબૂલ કર્યા, અને ઉપરથી તેને વેપાર કરવા માટે માલ આવે! આ રીતે પરને ઉપકાર પામેલ મનુષ્યને પેલાને ઉપકાર મગજમાંથી નીકળે ખરે? જ્યારે તેને ન ભૂલીએ તે નરક નિગદ માટે આઉખાં બાંધવા તૈયાર થએલે હોય, તેવા આત્માને છેલ્લે ટાંણે સંવ-નિર્જરને સાથ આપે. તે સંવર અને નિર્જરાએ બાંધેલા આઉખાને રગદોળીને તે આત્માને મનુષ્ય દેવનું આઉખું બાંધતે કર્યો. આવા અણુ વખતે દુ:ખ વખતે આધાર થનારા સંવર નિર્જરાને મગજમાંથી કેમ વીસરી શકાય? આશ્રવ બંધનું જાસુસીપણું વીસરે નહીં અને સંવર નિજેરાનું હિતેષીપણું મગજમાંથી વિસરે નહીં, તેનું નામ સ્થિરતા. આમ બુદ્ધિથી સ્થિરતા થઈ હોય તે ખરેખર બીજાની આંખ ઉઘાડી શકે.