Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જાનાર એમ જે તપ છે તે કષ્ટરૂપ છે એવા જ્ઞાનપૂર્વક કરવામાં આવતુ તપ નિષ્ફળ છે, કારણ કે તે દુઃખરૂપ છે. તપ કરવામાં દુઃખ અને ઉદ્વેગ થાય, જ્યાં આદર ન હોય તે કેમ હિતકારક થાય? એમ તપને કષ્ટરૂપ માનતા અને પરભાવના સુખની અભિલાષા કરતા બૌદ્ધોની બુદ્ધિ અત્યત હણાયેલી છે. કારણ કે તેમાં તેઓના જ્ઞાનાનન્દની ધારાને ક્ષય થવાથી ત૫ તેઓને કષ્ટરૂપ અને નિષ્ફળ લાગે છે. यत्र ब्रह्म जिनार्चा च कषायाणां तथा हतिः। सानुबन्धा जिनाज्ञा च तत्तपः शुद्धमिष्यते // 6 // જ્યાં બ્રહાચર્ય વધે, જ્યાં ભગવંતની પૂજા થાય, विशिष्टज्ञानसंवेगशमसारमतस्तपः / क्षायोपशमिकं ज्ञेयमव्याबाधसुखात्मकं // 11 ગષ્ટ. મો. 1-8 કેટલાએક બળદ વગેરે પશુના દુઃખની પેઠે અસાતવેદનીયના ઉદયરૂપ હોવાથી તપને દુઃખરૂપ માને છે, તે યુક્તિયુક્ત નથી. વિશિષ્ટ–પ્રધાન જ્ઞાન, સંવેગ–મેક્ષની ઈચ્છા અને કષાયના નિરોધરૂપ સમગર્ભિત તપ ક્ષાપશમિક અને અવ્યાબાધ સુખરૂપ છે. અર્થાત તપ કર્મના ઉદયરૂપ નથી પણ ચારિત્રમેહનીયના ક્ષપશમથી થયેલ પરિણતિરૂપ છે. 1 યંત્ર=જ્યાં. દ્રશ્નબ્રહ્મચર્ય હેય. નિના=જિનની પૂજા હોય. તથા=ાથા. પાયાનt=કષાયને. તિઃ=ક્ષય થાય. અને. સાનુવા= અનુબન્ધસહિત. નિનાણા જિનની આજ્ઞા પ્રવર્તે. તત્ત્વ=તે. તcપ. શુ શુદ્ધ રૂષ ઈચ્છાય છે.