Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, નવમી પુત્રની કાયા જડ છે. જડને જવાબદારી જોખમદારી નથી હોતી. ઈશ્વર અનંતી સમજણવાળો છતાં બચ્ચાં અજ્ઞાન દુઃખી આંધળાં ઉપર લૂલાં લંગડા ઉપર મહેર ન કરી શકે તે તે ઈશ્વરને કે ગણ? કર્મ ક્યનાં ફળ આપવાની વાતમાં ઈશ્વરને જોડવામાં તેની દયાળુતા કયાં? આપણે ઈશ્વરને ક્યા સ્વરૂપ માનવાની જરુર છે? ખ્યાલ રાખ કે–અનુકૂળ શબ્દ પણ અર્થપત્તિથી પ્રતિકૂળતાને સિદ્ધ કરે છે. જેમ સારા શબ્દોમાંથી અર્થપત્તિથી ખરાબ અર્થની ઉત્પત્તિ થાય છે. તેમ અમારા દેવને અંગે, ગુરુને અંગે, ધર્મને અંગે અમારામાં સમ્યકત્વ, તે અર્થાપત્તિએ જેનેતર બધા મિથ્યાત્વવાળા વિતરાગદેવની માન્યતા સિવાયની બધી માન્યતાઓ મિથ્યાત્વ. તમારા દેવને અંગે શાસ્ત્ર–ધમ, મત-દર્શનને અંગે આ સમ્યક્ત્વ. સમ્યકત્વ શબ્દને અર્થ સુંદરપણું. એમાં સુંદરપણું નક્કી કર્યું એટલે બીજામાં અર્થપત્તિથીજ અમુંદરપાશું. મિથ્યાત્વ શબ્દ ભયંકર લાગે તેથી તેને કરાણે મૂકીએ તે પણ અહીં સુંદરપણું એટલે બીજે અસુંદરપણું છે જ! પ્રશ્ન થશે કે–બીજા દેવે ગુરુએ કે ધર્મોમાં– શાસ્ત્રોમાં મત માં દર્શનમાં અસુંદરપણું શી રીતે કહી શકે છે ? બીજા દેવોને જિનેશ્વરને વેષ પણ | ભજવતા ન આવડ. દુનિયામાં ઉત્તમ નાટકીયે પણ વેષ બરાબર ભજવે. અકબર બને તે હિન્દુ હોય તે પણ મુસલમાની ડ્રેસ પહેરીને ઉભે રહે. શિવાજી–અંગ્રેજ–પારસી કે મુસલમાન એક્ટર તરીકે હોય તે પણ શિવાજી આદિના વેષ વખતે હિંદુઆદિને જ વેષ પહેરે. જેનું અનુકરણ કરવું હોય તેને જ પહેરવેશ રાખે.