Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 132] દેશના દેશના સાહિત્ય શબ્દની વ્યાખ્યા મહાનુભાવે ! આજને વિષય કે સાહિત્યનું સાધ્ય શું ?" એ રાખે છે. સહેજે સમજાશે કે–સાધ્ય શી શી, ચીજ છે તે ન સમજાય, સાહિત્ય અને સાધ્યનું સ્વરૂપ ન સમજાય ત્યાંસુધી સાહિત્યનું સાધ્ય શું એ વિષય આપણે સમજી શકીએ નહીં, માટે સાહિત્યનું સ્વરૂપ–સાધ્યનું સ્વરૂપ સમજી પછી સાહિત્યનું સાધ્ય સમજવાની જરૂર રહે. સાહિત્ય શબ્દ પ્રચલિત થયેલ છે. સાહિત્ય શબ્દથી સાથરવર્ગ અજાણ્યું નથી, પણ જેવી રીતે સાહિત્ય શબ્દ, અક્ષર માત્રમાં પ્રસિદ્ધ છે, તેવી રીતે સાહિત્યને અર્થ તે તે–વ્યુત્પત્તિ ઘણા થડા સાક્ષરોના ધ્યાનમાં હોય છે. સાહિત્ય " શબ્દ સંસ્કૃત કઈ રીતે બન્યું ? વ્યાકરણને ખ્યાલ હશે. સંધાન કરે તેનું નામ " સંહિત” જેવા શબ્દ બને તે જ વ્યાકરણના નિયમે–સૂત્રના નિયમે તે શબ્દમાંના સમને ... ઊડી જાય, તેથી “સાહિત્ય” બની શકે; અને સહિત રચના તેને ભાવ તે સાહિત્ય. રચના દરેક મતવાળા કરે છે. જેને શાસ્ત્ર કહીએ છીએ. શાસ્ત્ર નં ર ' કેઈપણ મત શાસ્ત્ર વગર હેતે નથી. નાસ્તિકે–દેવ ગુરુ ધર્મને ન માનતા હેય, તેઓને પણ શાસ્ત્રો પિતાના મતનાં કહેલાં માનવા જ પડે છે, અર્થાત્ નાસ્તિકે પણ શાસ્ત્રથી દૂર નથી. શાસ્ત્રથી વિમુખ રહી કેઈપણ દર્શન–મત-ધર્મ ઉત્પન્ન થઈ શક્તા નથી, ચાલતું નથી, વધતું નથી. દરેક મતમાં, દર્શનમાં, ધર્મમાં શાસ્ત્રને સ્થાન આપવામાં આવેલું છે. શાસ્ત્રને દરેક દર્શન વાળા માને છે. શાસ્ત્ર એ જ સાહિત્ય. સાહિત્ય એ નામ એટલા માટે આપેલું છે કે શાસ્ત્રોનાં નામે જુદા જુદા છે,