Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 134] દેશના દેશનાશુભ પ્રવૃતિ ન થાય. જાણ્યા વગર પ્રવૃત્તિ કરનાર ક્યાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરે તેને પત્તો નથી માટે પ્રવૃત્તિ કરનાર, નિવૃત્તિ કરનાર બન્નેને જાણવાની જરૂર રહે છે. તે માટે શાસ્ત્ર કહે છે કે " સં સં જ તિવાદ” જે તે પણ શીખવું જોઈએ. શીખેલું નામું ન જાય. અપઠિત- અજ્ઞાની શું કરવાને ? આંધળે એ માત્ર આંખે આંધળે. પણ અજ્ઞાન, એ બધી ઈન્દ્રિયથી જાણનાર છતાં ગાત્માથી આંધળે છે. અજ્ઞાની સર્વથી આંધળો. એ ફળને મેળવી શકે નહીં, ફળ જાણી શકે નહીં. સાહિત્ય વહાલું ન ગણતા હોય તે મનુષ્ય, હિતની પ્રવૃત્તિ–અહિતની નિવૃત્તિ માટે તૈયાર થઈ શકે નહીં માટે જે તે પણ શીખવું તે ઉપર દ્રષ્ટાંત આપે છે - ચવર્ષિની સ્થા. એક રાજા જબરજસ્ત બળ–કળવાળો છે. અનેક ધારણા વાળો છે. અક્કલને જ અવકાશ છે, તે કરતાં સંપત્તિને ઘણો અવકાશ છે. મોટા મોટા રાજ્યને સંપત્તિની લાલચે આપી દબાવી શકીએ છીએ-ફેડી શકીએ છીએ. દ્ધા સેનાપતિઓને ફેડી શકીએ છીએ. જ્યારે અકકલ એ દુનિયાને દેખાડવાની ચીજ છે. વૈજ્ઞાનિક, ઉદ્યમીઓ બધા સંપત્તિ રાગળ પાણી ભરે છે. ઇતિહાસના ખ્યાલવાળા જાણતા હશે કે-૧૪ની લડાઈમાં વૈજ્ઞાનિકેએ-ઉધમીએ કે સંપત્તિએ વિજય મેળવ્યો? ચા વાત રાજાના ખ્યાલમાં હોવાથી એ ચાલ્યા ગયે. એને એમ થયું કે-કેવળ સંપત્તિ જેમ બને તેમ મેળવવી, સત્તા જમાવવી. રાજાને કોઇક વખત વિચાર થયે કે–સત્તા ચલાવીએ છીએ પણ જે સત્તામાં દખલગીરીને ઉપાય ન હોય–દખલગીરી ન ચાલી શકે, તે સત્તાની કિંમત શી? મારી પ્રજામાં