Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, સેમી [141 કામ કર્યું, તે શાસ્ત્ર તૈયાર–મે કરું તે શું ન થાય? માનસ સરોવરમાં જેમ હંસ, તેમ જ્ઞાન સરો વરમાં જ્ઞાની મગ્ન રહે. એ વિચારમાં કુંવરના સન્માન બાદ સર્વ વાતમાં ચૂપ રહી, ત્યાંથી વિહાર કરી યવર્ષિ કમે ગુરુ પાસે આવ્યા. સાહિત્યમાં રસિક બનવાની થએલ વૃત્તિને લીધે પંડિત થયા ! સાહિત્ય, એવી જબરજસ્ત ચીજ છે કે–મગજમાં આવેલું તે ઉપકાર કરનાર થાય જ, માટે સાહિત્યને સર્વેએ મગજમાં લેવાની જરુર છે. પછી છાંડવા લાયકને છાંડી શકે છે, અને આદરવા લાયકને આદરી શકે છે. સાહિત્ય વગરની અજ્ઞાન દશામાં માણસ કે હેય? તે જણાવવા કહ્યું કે– મન્ન : છાશને ' અજ્ઞાની અજ્ઞાનમાં ડૂબે છે. કહેશે કેઅજ્ઞાનપણું કેઈને ગમતું નથી, તે તેને ખસેડનાર સાહિત્ય જેવી સારી ચીજ દરેકને કેમ ન ગમે ?" વાત ખરી. ઘણા છે તે જાતિસ્વભાવથી એવા છે કે-ખરાબજ ગમે! સારું ન ગમે, ભણતર–શાસ્ત્ર તેને ન જોઈએ ! તેઓમાં છેવટે ઊંડે ઊંડે પણ એ જડ બેઠી હોય છે કે—“ કાગળે પર લખવું એટલે ધળામાં કાળાં કરવાં એજ કે બીજું કાંઈ? આના જેવું પાપ કર્યું ? " છે અજ્ઞાનની હદ ? તેઓ તે લખવા માત્રમાં આવું માનવાવાળા–ધળા ઉપર કાળું કરનારા કહીને અજ્ઞાનમાં લીન રહેનારા ! વીષ્ઠા સર્વ માટે બૂરામાં બૂરી ચીજ, પરંતુ ભુંડ હોય તેને શું ગમે ? ભુંડને ખીર દૂધપાક ન ગમે, ખરાબ ચીજ વીષ્ટા છતાં તેમાં ભૂંડ દે જાય. વિષ્ટા તરફ દડે તેના ૧૦૦મા ભાગે અનાજ તરફ નહીં ડે. તેમ અજ્ઞાનની અંદર મૂર્ખાઓ મચી રહે. ભૂંડવિઝામાં