Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ. સેળમી [137 મારવાવાળે નથી. મારાથી તને ભય નથી, પરંતુ આ વેરાન જેવું ઘર છે, તેમાંથી જે સાપ-નાગ નીકળે છે તેનાથી તેને નુકશાન થશે, માટે દરમાં પેસી જા.” કુંભાર આટલે સમજી! શાથી? સાહિત્યશેખીન તેથી ગાથા કહે છે. રાજર્ષિ વિચારે છે કે-કુંભાર આટલી રચના કરે ને હું કંઈ ન જાણું ! એ જ ગાથા મેઢે કરી. ત્યાંથી આગળ ચાલ્યા. ખેતર આવ્યું. ખેતરમાં જવ વાવેલા છે. બરાબર ઉગેલા છે. એટલે ગધેડાની જાત તે ખેતર આમતેમ જુએ છે. તે જોઈ ખેડૂત બેલ્ય. 'ओहावसि पेहावसि ममं चेव निरिक्खसि // लक्खिओ ते अभि go નવ મતિ અદા કહે છે કે-આમને જાય છે તેમને જાય છે, પણ તારે વિચાર જાણે; તું આ જ્યને અંગે લાગણીવાળો થયો છે. આ સાંભળીને રાજર્ષિને થયું કે-ખેડૂત આટલી રચના કરવાવાળ! સાહિત્યને શેખીને કુંભાર! એ પદ્ય પણ રાજર્ષિએ મેઢે કર્યું. કુંભાર અને ખેડૂત આવા શેખીને! રાજર્ષિ આગળ ચાલ્યા. છોકરા મેયદાંડીએ રમી રહ્યા છે. ત્યાં મેય ઉછળી ખાડામાં પડી કે કૂવામાં પડી ! છોકરા ચારે બાજુ દેડી વળ્યા, પણ ક્યાંથી ન મળી એટલે 'अओ गया तओ गया,' न इजन्ति न दीसइ / अम्हे न दिदा તુ ન હિ “સ જુદા અigયા. આમ ગાથાઓ ગોખતા ગોખતા છોકરાઓ ગામમાં ગયા. રાજર્ષિએ તે ગાથા પણ સાંભળી અને મેઢે કરી ! હવે અહિં શું બન્યું ? એ રાજાનું નામ છે ચવર્ષિ. સત્તા સંપત્તિના મદવાળે છે, રાજઋષિ (મુનિ) થયે છે તે યવર્ષિ છે, એના છોકરાનું નામ ગર્દભિલ્લ, પ્રધાનનું નામ દીર્ધપૃષ્ઠ, છોકરીનું નામ અણલિકા. દીક્ષા લીધી ત્યારે કુમાર ગર્દભિલ્લ ના હોવાથી કુમારને સંભાળવાનું